Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

જૈકી શ્રોફ ફરી વ્યસ્ત અભિનેતાના લિસ્ટમાં

જૈકી શ્રોફને ચાહકો આજે પણ હીરોના નામથી ઓળખે છે. હાલના સમયમાં જૈકી ફરીથી વ્યસ્ત અભિનેતાના લિસ્ટમાં સામેલ થયા છે. બોલીવૂડમાં સેંંકડો ફિલ્મ કરી ચુકેલા જૈકીને હવે આંતરરાષ્ટ્રીય ફિલ્મમાં ખાસ રોલ મળ્યો છે. એક સંગીતકારનો રોલ તે નિભાવી રહ્યા છે. જૈકી ગોવાના ચોસઠ વર્ષિય વ્યકિતની ભુમિકામાં છે. આ એવી વ્યકિત છે જેની પાસે જીવવાનો કોઇ આધાર નથી હોતો, સમય જતાં તે ફ્રાંસના જાણીતા સંગીતકાર બની જાય છે. જૈકી આ ભુમિકા માટે તૈયારીમાં લાગી ગયા છે.  આ વર્ષના અંતમાં શુટીંગ શરૂ થઇ જશે. કહેવાય છે કે ફિલ્મ જોસેફ મૈનુઅલ દા રોચાના જીવન પર આધારીત છે. જેને લોકો જોસેફ કો સ્લો જોના નામથી પણ ઓળખે છે. ફિલ્મ અંગ્રેજી, ફ્રેન્ચ અને કોંકણી ભાષામાં બનાવાશે. ભારત, ફ્રાંસ અને સિંગાપુરના કો-પ્રોડકશનથી બનાવાશે. જેનું નિર્દેશન સોૈમિક સેન કરશે. જેણે અગાઉ ગુલાબ ગેંગ અને વ્હાય ચીટ ઇન્ડિયાનું નિર્દેશન કર્યુ હતું. જૈકી છેલ્લે રાધેમાં પોલીસ અધિકારીના રોલમાં હતાં. તે સૂર્યવંશી અને અંકુશ ભટ્ટની ફિરકીમાં પણ છે. નવનીત બાજ સૈનીની વિવશમાં પણ તેનો રોલ છે.

(10:18 am IST)