Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

અજયની ફિલ્મમાં અભય અને કરણ દેઓલ

અભિનેતા અજય દેવગણ ફિલ્મ નિર્માણનું અને નિર્દેશનનું કામ પણ કરે છે. નિર્માતા તરીકે તેની એક પછી એક ફિલ્મો આવી રહી છે. અમિતાભ બચ્ચનને લઇને તે મે ડે બનાવી રહ્યો છે. તો હવે અભય દેઓલ અને તેના ભત્રીજા કરણ દેઓલને લઇને તે તેલુગુ ક્રાઇમ કોમેડીની રિમેક બનાવવાની તૈયારીમાં છે. બ્રોચેવારેવરૂરા ફિલ્મના હક્કો તેણે ખરીદી લીધા છે. પૈન ઇન્ડિયા સાથે મળી અજય આ ફિલ્મ બનાવશે. હિન્દી રિમેકનું નામ વેલ્લે રખાયું છે. ફિલ્મનું નિર્દેશન દેવેન મુંજાલને સોંપાયું છે. અજયને ફિલ્મની કહાની એટલી પસંદ પડી ગઇ હતી કે તેણે તરત જ રાઇટ્સ ખરીદી લીધા હતાં. અભય આ રોલ માટે પરફેકટ હોવાનું ટીમને લાગે છે, આ માટે તેની સાથે વાત ચાલી રહી છે. સાથે કરણ દેઓલને પણ લેવાનું નક્કી કરાયું છે. જો બધુ બરાબર ચાલ્યું તો કાકો-ભત્રીજો પહેલીવાર સાથે કામ કરશે. ફિલ્મના એલાન પહેલા બંને સ્ટાર માટે રીડીંગ સેશન અને વર્કશોપ યોજાશે. ફિલ્માં ત્રણ મિત્રોની કહાની છે.  પરિક્ષામાં સતત ફેઇલ થતાં આ ત્રણેય અચાનક મોટી મુસિબતમાં ફસાઇ જાય છે.

(10:07 am IST)