Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

વિક્રમ શુટીંગના સેટ પર જીવંત માહોલ ઉભો કરે છેઃ ઉત્કર્ષા

ટીવી શોના શુટીંગ વખતે કલાકારો એકબીજાથી પરિચીત હોય તો બધા આરામદાયક મૂડમાં કામ કરી શકે છે. આની અસર તેઓ દ્વારા ભજવવામાં આવતાં પાત્રો ઉપર પણ પડતી હોય છે. દંગલ ટીવીના શો પ્રેમ બંધનમાં મનીત જોૈરા અને ઉત્કર્ષાનાયક મા-દિકરાના રોલમાં છે. આ બંને કલાકાર બીજી વખત આવો રોલ નિભાવી રહ્યા છે. નિર્દેશન વિક્રમ ધઇ અને ઉત્કર્ષા નાઇક એક બીજાને વર્ષોથી ઓળખે છે. પ્રેમ બંધનમાં સવિતા શાસ્ત્રીનું પાત્ર ભજવી રહેલી ઉત્કર્ષાએ કહ્યું હતું કે ૨૦૦૦ની સાલમાં હું વિક્રમની બહેન પૂજા ધઇના એક શોમાં કામ કરતી હતી ત્યારે વિક્રમ બાળક હતો. તેને ત્યારથી જ નિર્દેશનમાં રૂચી હોય તેમ જણાતું હતું. જ્યારે પણ અમે પારિવારીક પ્રસંગે મળીએ ત્યારે વિક્રમની કારકિર્દીની ચર્ચા થતી. હવે આટલા વર્ષો પછી હું તેને એક અદ્દભુત નિર્દેશક તરીકે જોઇ રહી છું. આ કારણે હું ખુશ પણ છું. અમારી વચ્ચે એક પ્રેમાળ બંધન છે. વિક્રમ નિર્દેશક તરીકેનું કામ તો સારી રીતે કરે જ છે, સેટ પર જિવંત માહોલ ઉભો કરવામાં પણ તે અગ્રેસર હોય છે.

(10:07 am IST)