Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

વિકી કૌશલની સરદાર ઉધમ ઓસ્કારની રેસમાંથી બહાર: આ મોટું કારણ આવ્યું બહાર

મુંબઈ: વિકી કૌશલની ફિલ્મ 'સરદાર ઉધમ' હાલમાં જ રીલિઝ થઈ છે. આ ફિલ્મને ક્રિટિક્સ અને દર્શકો તરફથી અપાર પ્રેમ મળ્યો છે. ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ તેને ઓસ્કાર એન્ટ્રીમાંથી બાકાત રાખતા ભૂતકાળમાં આ ફિલ્મ સાથે જોડાયેલા લોકોને મોટો આંચકો લાગ્યો છે. હવે ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયાની જ્યુરી તરફથી એ વાત સામે આવી છે કે 'સરદાર ઉધમ'ને ઓસ્કાર એન્ટ્રીમાંથી શા માટે બાકાત રાખવામાં આવી છે? જ્યુરી મેમ્બરનું કહેવું છે કે વિકી કૌશલની ફિલ્મમાં અંગ્રેજો પ્રત્યે ઘણી નફરત દર્શાવવામાં આવી છે અને તેથી જ આવો નિર્ણય લેવામાં આવ્યો છે. 'સરદાર ઉધમ'ની વાત કરીએ તો તેનું નિર્દેશન શૂજિત સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મમાં વિકી કૌશલ ઉપરાંત સ્ટીફન હોગન, બનિતા સંધુ, અમોલ પરાશર અને સીન સ્કોટે મહત્વની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મ OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વિડિયો પર રિલીઝ કરવામાં આવી હતી.

 

(5:09 pm IST)