Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

વરુણ જોશીએ એક્ટર બનવા માટે છોડી દીધું એન્જિનિયરિંગ

મુંબઈ:ટીવી એક્ટર વરુણ જોશીએ 'કુંડલી ભાગ્ય', 'કુમકુમ ભાગ્ય' અને 'યે હૈ મોહબ્બતેં' જેવા ટીવી શોમાં શાનદાર કામ કર્યું હતું. વરુણ જોશી કહે છે કે બાળપણમાં તે કલાકારોની નકલ કરતો હતો અને આ આદતે તેને ઈન્ડસ્ટ્રીમાં ઓળખ અપાવી છે.વરુણ જોશી કહે છે કે, મને બાળપણથી જ કલાકારોની નકલ કરવાની અને હૂક અપ સ્ટેપ્સ પર ડાન્સ કરવાની આદત હતી. ત્યારથી એક્ટર બનવાનું મારું પેશન છે. પણ મને એનો અહેસાસ મારો અભ્યાસ પૂરો કર્યા પછી થયો. મને ફિલ્મો જોવાની મજા આવે છે અને તેનાથી મને ઈન્ડસ્ટ્રીનો ભાગ બનવામાં મદદ મળી. હું હંમેશા મારી જાતને એક અભિનેતા તરીકે જોવા માંગતો હતો. વરુણે 'ધ ટેટૂ મર્ડર્સ', 'દુબેજી એન્ડ ધ બોયઝ' જેવી વેબ સિરીઝમાં પણ કામ કર્યું છે. તે ટૂંક સમયમાં 'ખરોંચ'માં જોવા મળશે.

 

(5:26 pm IST)