Gujarati News

Gujarati News

News of Thursday, 28th October 2021

વધુ એક હોરર થ્રિલરમાં ઇમરાનઃ સાથે નિકીતા

ડિજીટલ પ્લેટફોર્મ પર ક્રાઇમ અને હોરર થ્રિલર શો-ફિલ્મોના ચાહકો વધુ પ્રમાણમાં રહેલા છે. વધુ એક હોરર થ્રિલર ફિલ્મ આવી રહી છે. ઇમરાન હાસમી અને નિકીતા દત્તા અભિનીત ડિબ્બુક-ધ કર્સ ઇઝ રિયલ આવી રહી છે. આ ફિલ્મનું ટીઝર તાજેતરમાં નિર્માતએ લોન્ચ કર્યુ છે. મોશન પોસ્ટર પણ સામે આવી ગયું છે. આ જોઇને દર્શકો વધુ ઉત્સુક બન્યા છે. હોરર થ્રિલરના ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહમાં છે. ઇમરાન વધુ એક વખત પોતાની પસંદગીના હોરર જોનરમાં એન્ટ્રી કરી રહ્યો છે. નિકીતા અને માનવ કોૈલ પણ મુખ્ય ભુમિકામાં છે. આ ફિલ્મનું લેખન અને નિર્દેશન જયએ કર્યુ છે. જે ઓરિજીનલ મલયાલમ ફિલ્મ એજ્રાની હિન્દી રિમેક છે. પેનોરમા સ્ટુડિયો અને ટી-સિરીઝ સાથે મળીને નિર્માણ કરી રહ્યા છે. ઇમરાન આ ફિલ્મથી ડિજીટલ માધ્યમમાં પ્રવેશ કરશે.

(10:07 am IST)