Gujarati News

Gujarati News

News of Monday, 29th March 2021

‘બાહુબલી’ પ્રભાસે પોતાની ડ્રિમ કાર ખરીદી : તેની કિંમત જાણીને લોકોના ઉડી રહ્યા છે હોંશ

સુપરસ્ટાર પ્રભાસે તેના પિતાના જન્મદિવસ પર લેમ્બોર્ગિની એવેન્ટોર કાર ખરીદી

ચેન્નાઇ : સાઉથ સિનેમાના સુપરસ્ટાર પ્રભાસે પોતાની ડ્રીમ કાર ખરીદી છે. પ્રભાસની બ્લોકબસ્ટર ફિલ્મોએ પણ ખૂબ કમાણી કરી છે. પ્રભાસને પણ આનો ફાયદો થયો છે. તેની કમાણીના આધારે હવે ‘બાહુબલી’ પ્રભાસે એક કાર ખરીદી છે, તેની કિંમત જાણીને લોકોના હોંશ ઉડી રહ્યા છે.

  સાઉથ સિનેમાના સુપરસ્ટાર પ્રભાસએ ખૂબ જ ઓછા સમયમાં ભારતીય સિનેમા જગત પર પોતાની છાપ છોડી દીધી છે. પ્રભાસે ‘બાહુબલી’ સિરીઝ સિરીઝથી માત્ર દક્ષિણ ભારતમાં જ નહીં, પરંતુ ભારતના દરેક ખૂણામાં પોતાના ફેંસ બનાવી લીધા છે, જે અભિનેતાને ખૂબ જ ચાહે છે. તે તેના ચાહકોનો પ્રેમ જ છે કે તેની દરેક ફિલ્મ સુપરહિટ જાય છે. પ્રભાસે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટમાં પોતાની કારના ફોટા અને વીડિયો શેર કર્યો હતો. તે પોતાના કાર ચલાવી રહ્યો છે અને તે સ્પાર્ટસ કારની કિંમત આશરે 6 કરોડ રુપિયા છે. સુપરસ્ટાર પ્રભાસે તેના પિતાના જન્મદિવસ પર લેમ્બોર્ગિની એવેન્ટોર કાર ખરીદી છે

  પ્રભાસે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટમાં પોતાની કાર સાથેના વીડિયો અને ફોટા વાયરલ કર્યા હતા. તેણે વીડિયો અને ફોટા વાયરલ કરતા તેના ફેન્સ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો તમામ લોકોએ તેમને જન્મદિવસની શુભેચ્છા આપી અને કારને લઈ અભિનંદન પણ પાઠવ્યા છે.

(11:56 pm IST)