Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

હે મા, માતાજી! ટપૂ અને જેઠાલાલના સંબંધોમાં પડી તિરાડઃ ઓનસ્ક્રીન દિકરાને ઇન્સ્ટાગ્રામ પરથી કર્યો અનફોલો

જેઠાલાલ અને ટપૂ વચ્ચે પડી તિરાડઃ ઓનસ્ક્રીન દિકરા સાથે થઇ તકરારઃરાજને કર્યો ઇન્સ્ટાગ્રામ પર અનફોલો

મુંબઇ, તા.૨૯: તારક મહેતા...ના માત્ર પાત્રો જ નહી પરંતુ કેટલીક નિર્જીવ વસ્તુઓ પણ ખુબ ફેમસ થઇ ગઇ છે. ભીડે ટ્યુશન કલાસીસનું બોર્ડ હોય કે પછી અબ્દુલની સોડા, જેઠાલાલની ગડા ઇલેકટ્રોનિકસ હોય કે તારક મહેતાના ઘરની બહાર પડેલી બે ખુરશી. આ દરેક વસ્તુ આપણા જીવનમાં શો થકી અનોખુ સ્થાન ધરાવે છે.

જેઠાલાલ ગડાનો પરિવાર આ શોમાં જાન ફૂંકે છે. દિલીપ જોશી, દિશા વાકાણી, અમિત ભટ્ટ અને ભવ્ય ગાંધી કે જે ટપૂનો રોલ કરતો હતો તે હવે રાજ અનડકટ કરે છે. આ બધા જ પાત્રો એકબીજા સાથે હકીકતમાં પણ સારા સંબંધો ધરાવે છે. હવે અફવા આવી છે કે દિલીપ જોશી અને રાજના સંબંધોમાં તિરાડ પડી છે.

રાજ અને દિલીપ વચ્ચે ઓનસ્ક્રીન ગજબ કેમેસ્ટ્રી જોવા મળે છે અને મિડીયા રિપોર્ટસનું જો માનીએ તો જેઠાલાલ અને ટપૂ વચ્ચે કંઇ પ્રોબ્લેમ થઇ છે અને દિલીપ જોશીએ ટપૂને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો પણ કરી દીધો છે.

સૂત્રો અનુસાર આ નારાજગીનું કારણ છે કે જેઠાલાલ સિનીયર એકટર હોવા છતાં શૂટ પર સમયે આવી જાય છે અને રાજને ઘણીવાર કહેવા છતાં પણ તે સમય પર આવતો નથી. દિલીપ જોશીને રાજની રાહ જોવી પડે છે અને આ જ કારણ છે કે દિલીપ જોશી તેનાથી નારાજ છે.

શોમાં જેને પોતાનો ફાયરબ્રિગેડ કહે છે તે જ મહેતા સાહેબ સાથે જેઠાલાલના સંબંધો બગડ્યા હતા. તેઓ ઓનસ્ક્રીન જેટલા સારા મિત્રો છે ઓફસ્ક્રીન એકબીજાથી એટલા જ દૂર રહે છે. આ નારાજગીનું કારણ હજુ પણ અકબંધ છે પરંતુ એક વાત જરૂર છે જૂના પાત્રોના ગયા બાદ હવે નવા પાત્રો દર્શકોના મનમાં પણ સારી છાપ છોડી નથી રહ્યાં.

(4:08 pm IST)