Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

અક્ષયકુમારે ફી વધારીને ૧૩૫ કરોડ રૂપિયા કરી

આ પહેલાં તે એક ફિલ્મ માટે ૧૧૭ કરોડ રૂપિયાની ફી લેતો હતો

મુંબઇ,તા. ૨૯: અક્ષય કુમારે તેની આગામી ફિલ્મસ માટે તેની ફ્રીઝ વધારી દીધી છે. આ પહેલાં તે એક ફિલ્મ માટે ૧૧૭ કરોડ રૂપિયા ફી લેતો હતો. પરંતુ હવે તે ૧૩૫ કરોડ રૂપિયાની ફી મળવશે.

વાસ્તવમાં અક્ષયની મોટા ભાગની ફિલ્મસનું બજેટ ૩૫ થી ૪૫ કરોડ રૂપિયાની વચ્ચે રહેતુ હોય છે. ફિલ્મના પ્રમોશન માટે બીજો ૧૫ કરોડ રૂપિયાનો ખર્ચો થતો હોય છે. આ રીતે કુલ ૫૦ થી ૬૦ કરોડ રૂપિયાનો ખર્ચો થતો હોય છે. જેમાં આ એકટરની ફીને સામેલ કરીએ તો તેની ફિલ્મનો કુલ ખર્ચ ૧૮૫ થી ૧૯૫ કરોડ રૂપિયા થાય છે.

સામાન્ય રીતે અક્ષય ફિલ્મસના ડિઝિટલ અને સેટેલાઇટ રાઇટ્સ ૮૦ થી ૯૦ કરોડ રૂપિયામાં વેચાય છે. જ્યારે દસ કરોડ મ્યુઝિકના રાઇટ્સના વેચાણથી મળે છે. એવામાં જો બોકસ-ઓફિસ પર કલેકશન ૧૦૦ કરોડ રૂપિયાનું રહે તો એકંદરે ૧૯૦-૨૦૦ કરોડ રૂપિયાની કમાણી થાય છે. જેના લીધે મેકર્સ પ્રોફિટમાં રહે એવી શકયતા વધારે રહે છે.

અક્ષય આગામી સમયમાં 'સુર્યવંશી', 'પૃથ્વીરાજ ચૌહાણ', 'બેલ બોટમ', 'અતરંગી રે', 'બચ્ચન પાંડે', 'મિશન લાયન', 'રામસેતુ' અને 'રક્ષાબંધન' જેવી ફિલ્મ્સમાં જોવા મળશે. દરમિયાનમાં જણાવવામાં આવી રહ્યું છે કે, અક્ષય કૃતિ સેનનની સાથે આવતા વર્ષે જાન્યુઆરીથી 'બચ્ચન પાંડે' માટે શટિંગ  શરૂ કરશે. (૨૨.૫)

(10:02 am IST)