Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

ઇરફાન પઠાણ છે તૈયાર ગુજરાતી ફિલ્મ માટે

ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ પેસ બોલર તામિલ ફિલ્મ કોબ્રામાં ઇન્ટરપોલ ઓફિસરનું કેરેકટર કરે છે

મુંબઇ તા. ૨૯ : તામિલ સુપરસ્ટાર વિક્રમ સાથે એકિટંગ-ડેબ્યુ કરનાર ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ બોલર ઇરફાન પઠાણે અત્યારે ભલે સાઉથની ફિલ્મ સાઇન કરી, પણ જો તેને ઓફર આવે તો તે ગુજરાતી ફિલ્મ કરવા માટે પણ તૈયાર છે. ઇરફાન પઠાણે કહ્યું કે 'ઓફર આવશે તો હું ગુજરાતી ફિલ્મ ચોક્કસ કરીશ.'

ઇરફાને વિક્રમ સાથેની જે સાયન્સ-ફિકશન ફિલ્મ સાઇન કરી છે એનું ટાઇટલ 'કોબ્રા'છે. ફિલ્મમાં વિક્રમ લીડ એકટર છે અને ૭ રોલ કરે છે, જયારે ઇરફાન સપોર્ટિંગ હીરો અસલન ઇલમાઝનું કેરેકટર કરે છે. અસલન ઇન્ટરપોલ એજન્ટ છે જેના રોલમાં જબરદસ્ત મોટું સરપ્રાઇઝ એલિમેન્ટ છે. ઇરફાનની આ ફિલ્મનું મ્યુઝિક એ. આર. રહેમાન આપે છે. વડોદરાના પઠાણબંધુ ઇરફાન અને યુસુફની ક્રિકેટ માટેની સ્ટ્રગલ પર અનુભવ સિંહા સાથે ફિલ્મ કરવાની વાત ચાલી હતી, પણ એ પ્રોજેકટ ચોક્કસ કારણસર અટકી ગયો હતો. ઇરફાન એ પ્રોજેકટ હવે સાઉથના પ્રોડ્યુસર સાથે આગળ વધારે એવી શકયતા છે.

(10:37 am IST)