Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

એ આર રહેમાનની માતા કરીમા બેગમનું નિધન : તસવીર શેર કરી આપી શ્રધ્ધાંજલિ

મુંબઇ તા. ૨૯ : બોલિવૂડનાં પ્રખ્યાત સંગીતકાર એ આર રહેમાનની માતા કરીમા બેગમનું આજે (૨૮ ડિસેમ્બર)નાં નિધન થઇ ગયુ છે. ખબર છે કે તેમની માતા છેલ્લાં કેટલાંક દિવસોથી બીમાર હતી. માતાનાં નિધન બાદ રહેમાને તેમનાં ટ્વિટર પેજ પર એક તસવીર શેર કરી છે અને તેમની માતાને શ્રદ્ઘાંજલિ પાઠવી છે. મીડિયો રિપોર્ટ્સ મુજબ, રહેમાન હમેશાં તેમનાં માતાની નજીક હતાં. અને તેમનાં કહેવા પર જ તેઓ સંગીતની દુનીયામાં આવ્યાં હતાં. તે ઘણી વખત તેમનાં સ્ટેજ શો દરમિયાન તેમની માતાને યાદ કરે છે.

એ આર રહેમાને જેમ ટ્વિટ કરીને તેમની માતાની તસવીર શેર કરી લોકોએ તે તસવીર પર કમેન્ટ્સ કરવાનું શરૂ કરી દીધુ. હવે લોકો સતત રહેમાનની માતાને શ્રદ્ઘાંજલિ આપી રહ્યાં છે. રહેમાનનો જન્મ એક હિન્દુ પરિવારમાં થયો હતો. બાળપણમાં રહેમાનનું નામ દિલીપ કુમાર રાખવામાં આવ્યું હતું. જયારે તેઓ ૯ વર્ષનાં હતાં. ત્યારે તેમનાં પિતા આર કે શેખરનું નિધન થઇ ગયુ હતું.

પરિવારનાં ધર્મ પરિવર્તન પર એક વખત રહેમાને એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે જયારે ૨૩ વર્ષની તેમની બહેનની તબિયત ખુબજ ખરાબ થઇ ગઇ તો તેમનાં માટે દુઆઓ માંગવા માટે રહેમાનનાં આખા પરિવારે ઇસ્લામિક ધાર્મિક સ્થળ પર પહોંચી ગયા હતાં. જે બાદ તેની બહેનની તબિયત ઠીક થઇ ગઇ હતી અને પછી રહેમાનનાં પરિવારે ધર્મ બદલી ઇસ્લામ ધર્મનો સ્વીકાર કરી લીધો હતો.

(10:38 am IST)