Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

એક મહિનો તાલિમ લીધી હતી એકતાએ

જમ્‍મુ કશ્‍મીરની સુંદરી એકતા કોૈલે ટીવી પરદે અભિનયની શરૂઆત રબ સે સોણા ઇશ્‍ક નામના શોથી કરી હતી. એ પછી તે સતત આ પરદે કામ કરતી હતી. છેલ્લે ૨૦૧૭માં મેરે અંગને મેં શોમાં જોવા મળી હતી. હવે તેણે ઓટીટી પ્‍લેટફોર્મ પર છલાંગ લગાવી છે. તાજેતરમાં રિલીઝ થયેલા તનાવ નામના શોમાં તેણે ડોક્‍ટરનું પાત્ર ભજવ્‍યું છે. એકતા કહે છે આ શોમાં ડોક્‍ટરનું પાત્ર મળતાં તેનો લહેકો, ભાષા શીખવા માટે મારે સતત એક મહિના સુધી તાલિમ લેવી પડી હતી. કોઇપણ પાત્રની તૈયારી સાથે સેટ પર જઇએ ત્‍યારે અલગ જ આત્‍મવિશ્વાસ હોય છે. મેં પહેલી જ વખત વેબ સિરીઝમાં કામ કર્યુ છે જેનો અનુભવ સારો રહ્યો છે. મારે નાનો પુત્ર હોઇ શુટીંગ વખતે મારી માતા તેનું ધ્‍યાન રાખતા હતાં. એકતા તેના પતિ સુમિત વ્‍યાસ વિશે કહે છે કે તેને સારી ટેવ ઘણી છે, પણ ભુલી જવાની તેની આદત ખરાબ છે. તનાવનું શુટીગ અમે જમ્‍મુથી સાત કલાકની સફર ખેડી બદરવા જઇને કર્યુ હતું. બાય રોડ ટ્રાવેલ કરવું ખુબ કઠીન હોય છે.

(10:20 am IST)