Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

ધનુષ અને શેખર કમુલાની નવી ફિલ્મ કન્ફર્મ : હિન્દી સહિત આ ભાષાઓમાં થશે રિલીઝ

મુંબઈ: રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેતા ધનુષ અને ટોલીવુડ નિર્દેશક શેખર કમુલા ટૂંક સમયમાં ત્રિભાષી ફિલ્મ બનાવવાના છે. ફિલ્મનું નામ હજુ નક્કી નથી પરંતુ સોમવારે પૂજા સેરેમની સાથે ફિલ્મની શરૂઆત થઈ છે. કમુલા, જે પોતે રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા છે, તેણે ઘણી ગ્રાઉન્ડબ્રેકિંગ ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે હેપ્પી ડેઝ અને ફિદા જેવી કલ્ટ ફિલ્મો બનાવી છે. લોન્ચ થયેલી આ ફિલ્મ તેલુગુ, તમિલ અને હિન્દીમાં એકસાથે શૂટ અને રિલીઝ થશે. તે શ્રીવેંકટેશ્વર સિનેમાસ એલએલપીના સુનિલ નારંગ અને પુસ્કુર રામા મોહન રાવ દ્વારા એમિગોસ ક્રિએશન્સ સાથે સહ-નિર્માણ કરવામાં આવશે. નિર્માતાઓના જણાવ્યા અનુસાર ટીમ વિવિધ ભાષાઓમાં કાર્યરત મોટા નામો સાથે વાતચીત કરી રહી છે અને ટૂંક સમયમાં ટોચની તકનીકી ટીમને સામેલ કરવામાં આવશે.

 

 

(4:39 pm IST)