Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

ફિલ્મ 'ભેડિયા'એ રિલીઝ થતાની સાથે જ સારી કરી કમાણી : વરુણ ધવનની પિક્ચરે પહેલા અઠવાડિયામાં જ આટલી કમાણી

મુંબઈ: હોરર-કોમેડી 'ભેડિયા'એ તેના રિલીઝના પ્રથમ સપ્તાહમાં વિશ્વભરમાં લગભગ 44 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મના નિર્માતાઓએ સોમવારે આ માહિતી આપી હતી. તમને જણાવી દઈએ કે વરુણ ધવનની ફિલ્મનું પ્રમોશન એક્ટર સલમાન ખાને પણ કર્યું હતું. વરુણ ધવન લાંબા સમય પછી પાછો ફર્યો છે અને ફિલ્મને મળેલો પ્રતિસાદ સાબિત કરે છે કે તે બોલિવૂડ માટે એક સારા સમાચાર છે. નોંધનીય વાત એ છે કે બોલિવૂડ તેના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે જ્યાં બોલિવૂડની એક પણ ફિલ્મ ચાલી રહી નથી.

(4:40 pm IST)