Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

અનામિકામાં જોરદાર એકશન કરતી દેખાશે સની લિઓની

કોરોના વાયરસના પ્રકોપ વચ્ચે ફિલ્મો અને ટીવી શોનું કામ પણ ઠપ્પ થઇ જતાં સની લિયોની અમેરિકા જતી રહી હતી. પરંતુ હવે ફરીથી શુટીંગ શરૂ થઇ ગયા હોઇ સની લિયોનીને પણ કામ મળી ગયું છે. તે એક વેબ સિરીઝ કરી રહી છે. વિક્રમ ભટ્ટ 'અનામિકા' નામની સિરીઝ બનાવી રહ્યા છે. જેમાં સનીને મુખ્ય ભુમિકામાં લેવામાં આવી છે. આ સિરીઝના પહેલા શેડ્યુલનું શુટીંગ પણ પુરૂ થઇ ચુકયું છે.  અનામિકા ગન ફૂ એકશન સિરીઝ છે. જેના દસ એપિસોડ હશે. સની તેમાં એકશન કરતી પણ જોવા મળવાની છે. તેનો આ અવતાર પહેલી જ વખત જોવા મળવાનો છે. સિરીઝનું મોટા ભાગનું શુટીંગ મુંબઇમાં કરવામાં આવશે. વિક્રમ ભટ્ટના કહેવા મુજબ કોરોનાને કારણે શુટીંગ અટકયું હતું. હવે ફરીથી કામ શરૂ થયું છે. માર્શલ આર્ટસ અને એકશન કરતી સનીને ચાહકો જોઇ શકશે. આ એક થ્રિલર સિરીઝ છે. વિક્રમ ભટ્ટે જ લેખન કર્યુ છે. નિર્દેશન પણ તે કરશે અને એમએકસ પ્લેયર પર રિલીઝ થશે.

(9:57 am IST)