Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

કારકિર્દીમાં પહેલી વખત આ રોલ ભજવી રહ્યો છે આયુષ્યમાન

અભિનેતા આયુષ્યમાન ખુરાનાએ પોતાના અભિનય થકી બોલીવૂડમાં એક નોખુ જ સ્થાન ઉભુ કર્યુ છે. બે સફળ ફિલ્મો બરેલી કી બર્ફી અને બધાઇ હોમાં સાથે કામ કર્યા પછી વધુ એક વખત આયુષ્યમાન અને જંગલી પિકચર્સ સાથે આવી રહ્યા છે. આ વખતે ફિલ્મનું નામ 'ડોકટર જી' રખાયું છે. આયુષ્યમાન કહે છે આ એવી સ્ક્રિપ્ટ છે જે જોતા જ મને તેની સાથે પ્રેમ થઇ ગયો હતો. આ એક નોખી અને નવિનત્તમ કહાની છે. આ કહાની તમને હસાવશે અને સાથે વિચારવા મજબુર પણ કરશે. હું કારકિર્દીમાં પહેલી વખત ડોકટરનો રોલ ભજવવા ઉત્સાહિત છું. ફિલ્મમાં એક સંદેશ પણ છે જે ડાયરેકટ તમારા દિલમાં ઉતરશે. કેમ્પસ કોમેડી ડ્રામા પ્રકારની આ ફિલ્મનું નિર્માણ અને નિર્દેશન અનુભુતિ કશ્યપ કરી રહ્યા છે. તેણીએ ફિલ્મનું ઘણુખરુ લેખન પણ કર્યુ છે. મુખ્ય લેખન સુમિત સકસેના, વિશાલ વાઘ અને સોૈરભ ભારતે કર્યુ છે. આ બધા ડોકટરમાંથી લેખક બન્યા છે. તેમણે પોતાના મેડિકલ કોલેજ વખતના અનુભવોમાંથી પ્રેરણા લીધી છે.

 

(9:57 am IST)