Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

માયરા વધુ એક વખત નિભાવી રહી છે નેગેટિવ રોલ

ટીવી શો સસુરાલ સિમર કાને દર્શકોએ ખુબ પસંદ કર્યો હતો. આ શોની બીજી સિઝનનું શુટીંગ હાલમાં ચાલી રહ્યું છે. મુંબઇમાં કોરોનાના કહેરને કારણે સસુરાલ સિમર કા-૨નું શુટીંગ આગરામાં કરવામાં આવી રહ્યું છે. આ શોમાં અભિનેત્રી માયરા મિશ્રા પણ સામેલ થઇ છે. માયરા અલગ અલગ શોમાં નેગેટિવ પાત્રો કરવા માટે જાણીતી છે. ગુડ્ડન તુમસે ના હો પાયેગા, બહુ બેગમ, મહારાજ કી જય હો સહિતના ટીવી શો કરી ચુકેલી માયરા સસુરાલમાં નેગેટિવ રોલ ભજવી રહી છે. આવો રોલ તેણે ગુડ્ડનમાં પણ ભજવ્યવો હતો. તે કહે છે સતત બે શોમાં ઉપરા ઉપરી આવા રોલ ભજવવાની મજા આવી છે. પોઝિટિવ પાત્રો કરતાં આવા પાત્રોમાં તમને ઘણુંબધું કરવાની તક રહે છે. માયરા હાલમાં બરેલીમાં પરિવાર સાથે રહી કસરતો કરી સ્વસ્થતાનું ધ્યાન રાખે છે અને સમય મળતાં પેઇન્ટીંગનો શોખ પુરો કરે છે. માયરા શુટીંગ માટે આગરા પહોંચી છે. સસુરાલ સિમર કા-૨માં અવિનાશ મુખર્જી, કરણ શર્મા, રાધિકા મુથુકુમાર અને તાન્યા શર્મા તથા જયતિ ભાટીયા મુખ્ય રોલમાં છે.

(9:43 am IST)