Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

આ માધ્યમ વરદાન બન્યું છેઃ સંદિપા ધર

અભિનેત્રી સંદિપા ધર બોલીવૂડમાં ઉપરાંત ડિજીટલ માધ્યમમાં પણ જાણીતી બની છે. ઇસી લાઇફ મેં ફિલ્મ થકી વર્ષ ૨૦૧૦માં અભિનય કારકિર્દી શરૂ કરનારી સંદિપાએ એ પછી હીરોપંતી, દબંગ-૨ સહિતની ફિલ્મો કરી હતી. મુંમ્ભાઇ, અભય, બિસાત-ખેલ શતરંજ કા સહિતના વેબ શોએ પણ તેને નામના અપાવી છે. તે કહે છે હજુ મારે ખુબ કામ કરવાનું બાકી છે. કોરોના લોકડાઉનમાં ડિજીટલ વર્લ્ડ બરાબરનું ખીલ્યું હતું. તેનાણી ઘણાને ઘણા લાભો થયા છે. સંદિપ કહે છે ઓટીટીનું માધ્યમ  મારા જેવા ઘણાં કલાકારો માટે વરદાન સમાન બની રહ્યું છે. મેં આ તબક્કામાં સૌથી વધુ કામ કર્યું, સતત ત્રણ તબક્કામાં શુટિંગ કર્યું છે, જેના કારણે મને એક અભિનેત્રી તરીકે વધુ જાણવા મળ્યું છે. ઓટીટી એ ખુબ જ વાજબી માધ્યમ છે. જો કે આ બધું જ તમારી પ્રતિભા પર આધારિત છે. મને લાગે છે કે આ ઇન્ડસ્ટ્રીમાં બનેલી શ્રેષ્ઠ બાબતોમાંની એક છે, જેણે સમગ્ર ગતિશીલતા બદલી નાખી છે. સંદિપા કબીર સદાનંદ સાથે એક શોર્ટ ફિલ્મ કરી રહી છે જેમાં તેની ભુમિકાનો શેડ ગ્રે છે.

 

(10:09 am IST)