Gujarati News

Gujarati News

News of Saturday, 1st January 2022

ગુજરાત ફાર્મસી કાઉન્સિલ દેશની પ્રથમ પેપરલેસ કાઉન્સિલ બનશે : કાલે આરોગ્યમંત્રી કરશે લોન્ચિંગ

ફાર્માસિસ્ટો ઘરે બેઠા જ તમામ લાઇસન્સના કામો ઓનલાઇન કરી શકશે

અમદાવાદ : કાલે નવા વર્ષનો શુભારંભ થવા જઈ રહ્યો છે ત્યારે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ અમદાવાદમાં સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવાના છે, આ મુલાકાત દરમિયાન સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ફાર્મસી કાઉન્સિલની પણ તેઓ મુલાકાત લેશે જ્યાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ ગુજરાત ફાર્મસી કાઉન્સિલની નવી વેબસાઈટ, સોફ્ટવેર લોંચ કરશે. આ સાથે ગુજરાત ફાર્મસી કાઉન્સિલ દેશની પ્રથમ પેપરલેસ કાઉન્સિલ બનશે. જેમાં ફાર્માસિસ્ટો ઘરે બેઠા જ તમામ લાઇસન્સના કામો ઓનલાઇન કરી શકશે.

   આરોગ્યમંત્રી ડી.જી.લોકર. જોબ પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશન પણ લોચ કરશે. પેપરલેશ ફાર્મસી કાઉન્સિલમાં જોબ પોર્ટલના માધ્યમથી રોજગારી તકો પણ ઉપલબ્ધ બનશે તેવું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનિય છે કે રાજ્યમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે ત્યારે કોરોનાને કાબૂમાં લેવા માટે સિવિલ હોસ્પિટલમાં તૈયારીઓની સમીક્ષા પણ કરવામાં આવનાર છે. 

(11:44 pm IST)