Gujarati News

Gujarati News

News of Saturday, 1st January 2022

પેપર લીક કેસમાં હિમતનગરમાંથી વધુ બે આરોપીઓ ઝડપાયા :રજનીકાંત પટેલ અને નરેન્દ્ર પટેલની ધરપકડ

બંને આરોપીઓને આજે પ્રાંતિજ કોર્ટમાં રજૂ કરવામાં આવશે

અમદાવાદ :ગુજરાતમાં ગૌણ સેવા પસંદગી મંડળના હેડ ક્લાર્ક પેપર લીક કેસમાં હજુ પણ પોલીસ બારીકાઈથી કેસની તપાસ કરી રહી છે. તેમજ ઝડપાયેલા આરોપીઓ સાથે પૂછપરછ બાદ તેમની સાથે સંકળાયેલા અન્ય આરોપીઓની પણ પોલીસ ધરપકડ કરી રહી છે.

જેમાં પોલીસે હિમતનગરમાંથી બે અન્ય આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે રજનીકાંત પટેલ અને નરેન્દ્ર પટેલની ધરપકડ કરી છે. આ બંને આરોપીઓને આજે પ્રાંતિજ કોર્ટમાં સાંજે બંનેને રજૂ કરવામાં આવશે

 પેપર લીક કાંડમાં અત્યાર સુધીમાં કુલ 32 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાંથી અત્યાર સુધીમાં 30 આરોપીઓ સબજેલમાં છે. પેપર લીક કાંડના શરૂ કરાયેલા ધરપકડના દોરમાં હજુ પણ આરોપીઓની ધરપકડ થાય તેવી શક્યતા છે.

તેમજ રાજ્યના ગુહ પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે સરકાર આ કેસમાં કોઇપણ આરોપીને છોડવા માંગતી નથી. તેમજ આ તમામ આરોપી વિરુદ્ધ સરકાર સખત કાર્યવાહી કરશે જેના લીધે ભવિષ્યના કોઇપણ વ્યક્તિ આ પ્રકારના કૃત્ય કરવા પૂર્વે વિચાર કરે

(12:04 pm IST)