Gujarati News

Gujarati News

News of Saturday, 1st January 2022

વડોદરાના ન્યુ અલકાપુરી વિસ્તારમાં મધરાત્રે દારૂની મહેફિલ માણતા શખ્સોને પોલીસે ઝડપી પાડયા

વડોદરા: શહેરના ન્યુ અલકાપુરી વિસ્તારમાં મધરાતે એક હાઇરાઇઝ બિલ્ડિંગમાં ટેરેસ પર ફટાકડા ફૂટતા જોઇ પોલીસ પહોંચી જતા દારૂની મહેફિલ ના રંગ માં ભંગ પડ્યો હતો. આ સ્થળે બે યુવતીઓ મળી હતી પરંતુ દારૂ પીધો નહીં હોવાથી તેમને જવા દીધી હતી.

વડોદરા પોલીસ કમિશ્નરે અગાઉથી જ ચેતવણી આપી હતી કે ટેરેસ ઉપર લોકો પાર્ટી માટે ભેગા નહીં થઈ શકે અને પોલીસ ડ્રોન તેમજ પેટ્રોલિંગ દ્વારા નજર રાખશે. આમ છતાં કેટલાક લોકો એ ટેરેસ પર દારૂની મહેફિલ માણી હોવાના કિસ્સા બહાર આવ્યા છે.

ન્યુ અલકાપુરી વિસ્તારમાં ગઈ મોડી રાત્રે લક્ષ્મીપુરા પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન કલ્પ પવિત્ર રેસીડેન્સીના નવમા માળે ટેરેસ પર દારૂખાનું ફૂટતું હોવાથી પોલીસને શંકા ગઈ હતી. પોલીસ લિફ્ટ મારફતે નવમા માળે પહોંચી ત્યારે ટેરેસ પર ખુરશી ટેબલ પડ્યા હતા અને આસપાસમાં મહિલાઓ તેમજ પુરૂષો હાજર હતા. પોલીસે ટેબલ પરથી દારૂની ચાર બોટલ,9 ગ્લાસ, ઠંડા પીણાની બોટલ, અમૂલ ક્રીમ જેવી ચીજ વસ્તુઓ કબજે કરી હતી.

 

(6:45 pm IST)