Gujarati News

Gujarati News

News of Saturday, 1st January 2022

નાંદોદ તાલુકાના ગાગર ગામે માતા પિતાની ખબર લેવા ગયેલી પત્ની ગુમ થતા પતિએ આમલેથા પોલીસમાં જાણ કરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ગાગર ગામમાં માતા પિતાની ખબર લેવા આવેલી પત્ની પરત સાસરીમાં નહિ પહોંચતા પતિએ આમલેથા પોલીસમાં જાણ કરી છે.

પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ધનસુખભાઈ સોમાભાઈ વસાવા(રહે રૂમાલપુરા તા.ઝઘડીયા જી.ભરૂચ)એ આમલેથા પોલીસ મથકે જાણ કર્યા મુજબ તેમના પત્ની કલાવતીની ઉમર ૪૨ વર્ષ ગઈ તા .૧૦ / ૧૨ / ૨૦૨૧ ના રોજ સવારમા નવેક વાગ્યાના અરસામા તેના માતા પિતાની ખબર લેવા માટે ગાગર ગામે ગયા બાદ બર્પોરના ત્રણેક વાગે રૂમાલપુરા ગામે આવવા માટે ઘરેથી નીકળેલ જેથી પતિ ઉમલ્લા પત્ની ક્લાવતીબેનને લેવા માટે રાહ જોતો હતો પરંતુ રાતના આઠેક વાગ્યાના સમય થઇ ગયેલ તેમ છતા પત્ની આવેલ ન હોઇ જેથી તેમની સગા સબંધીઓને ત્યા ફોન કરી પુછપરછ કરતા ક્યાંયે મળ્યા ન હતા અને તેઓ આજદિન સુધી શોધખોળ કરતા મળી આવ્યા ન હોય આમલેથા પોલીસે મહિલાની શોધખોળ આદરી છે.

(10:09 pm IST)