Gujarati News

Gujarati News

News of Saturday, 1st January 2022

વાયબ્રન્ટ સમિટના કારણે LRDની ગાંધીનગર મેદાનની પોલીસ શારિરીક કસોટી મોકુફ રખાઈ

શારીરિક કસોટી હવે 31 જાન્યુઆરી 2 ફેબ્રુઆરીએ યોજાશે: . IPS હસમુખ પટેલે ટ્વવીટ કરી માહિતી આપી

અમદાવાદ :ગાંધીનગરમાં આગામી 10 થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાનારા વાયબ્રન્ટ સમિટના કારણે LRDની ગાંધીનગર મેદાનની પોલીસ શારિરીક કસોટી મોકુફ રાખવામાં આવી છે. જે શારીરિક કસોટી હવે 31 જાન્યુઆરી 2 ફેબ્રુઆરીએ યોજાશે. LRDની અન્ય મેદાનો પર લેવાનારી શારીરિક કસોટી જે અન્ય 14 મેદાનો પર લેવાનાર છે તે  પરીક્ષા યથાવત રહેશે. IPS હસમુખ પટેલે ટ્વવીટ કરી  માહિતી આપી છે 

વાઇબ્રન્ટ ગુજરાત કાર્યક્રમને ધ્યાનમાં રાખી તા. 10 11 12 જાન્યુઆરી 2022 ના રોજ ગાંધીનગર મેદાન ખાતેની શારીરિક કસોટી મોકૂફ રાખવા માં આવેલ છે. આ તારીખોની શારીરીક કસોટી અનુક્રમે તારીખ 31 જાન્યુઆરી 1 તથા ૨ ફેબ્રુઆરી ના રોજ લેવામાં આવશે. અન્ય ૧૪ મેદાન ઉપર કસોટી યથાવત રહેશે

(11:06 pm IST)