Gujarati News

Gujarati News

News of Saturday, 1st January 2022

ધોરણ 11 અને 12ના અભ્યાસક્રમમાં નવા 7 વિષયો ઉમેરાશે: શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીની જાહેરાત

ધોરણ 11-12માં વૈકલ્પિક વિષયો ઉમેરાશે: નવા વિષયોથી વિદ્યાર્થીઓની સ્કિલ વધશે

અમદાવાદ :નવા વર્ષથી ગુજરાતની શાળાઓમાં નવા વિષયો દાખલ કરવામાં આવ્યા છે. રાજ્યની શાળાઓમાં વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિ અને વારસાથી પરિચિત થાય તે માટે સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, આ માટે ધોરણ 6 થી 10ના વિદ્યાર્થીઓને વૈદિક ગણિત શીખવવામાં આવનાર છે જ્યારે શૈક્ષણિક વર્ષ 2021-22થી ધોરણ 11 અને 2022- 23થી ધો.12માં 7 નવા વૈકલ્પિક વિષયો દાખલ કરવામાં આવશે.

શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવેલા નિર્ણય અંગે જીતુભાઈ  વાઘાણીએ ટ્વિટ કરીને જણાવ્યું કે, 'સમગ્ર શિક્ષાની 102 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક વર્ષ 2021-2022થી ધોરણ 11માં અને શૈક્ષણિક વર્ષ 2022-23થી ધોરણ 12માં વૈકલ્પિક વિષય તરીકે રાજ્યની કુલ 223 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નીચે મુજબના વિષય દાખલ કરવા સરકારશ્રીએ મંજૂરી આપેલ છે.

નવી શિક્ષણનીતિ અંતર્ગત ગુજરાતની સ્કૂલોના વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિ અને વારસાથી માહિતગાર થાય એ માટે નવા વિષયો દાખલ કરવાનો શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ધોરણ 6થી 10ના વિદ્યાર્થીઓને વૈદિક ગણિત ભણાવવાની સરકારે જાહેરાત કરી હતી. ત્યારે આ વખતે શૈક્ષણિક વર્ષ 2021-22થી ધો.11માં અને 2022-23થી ધો.12માં વૈકલ્પિક વિષય તરીકે 7 નવા વિષયો દાખલ કરવામાં આવશે જે મામલે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ટ્વીટ કરી આ માહિતી આપી છે. આ નવા વૈકલ્પિક વિષયોમાં પ્રાકૃતિક ખેતી, એપરલ અને મેઈડ, UPSઅને હોમ ફર્નિશિંગ, ઓટોમોટિવ, બ્યૂટી એન્ડ વેલનેસ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હાર્ડવેર, રિટેલ, ટૂરિઝમ એન્ડ હોસ્પિટલિટી આ તમામ વિષયોમાંથી વિદ્યાર્થીઓને પસંદીગીના લઈ શકશે જેથી વિદ્યાર્થીઓમાં નવી સ્કિલ ડેવલોપ થઈ શકે.

મહત્વનું છે કે કોરોનાને કારણે ગુજરાતમાં દોઢ વર્ષ પછી ઓફલાઇન સ્કૂલો શરૂ થઈ છે, તો કોરોનાને કારણે શિક્ષણ પર વ્યાપક અસર પડી છે. એમાં પણ સંક્રમણને પગલે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવું પડ્યું હતું. જોકે ચાલુ વર્ષે સ્કૂલો શરૂ થઈ ગઈ છે, જ્યારે કોર્સ ઘટાડવાની માંગ ઉઠતા શિક્ષણ વિભાગે કોર્સ ઘટાડવાની સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધી છે, જેને કારણે વિદ્યાર્થીઓએ ખૂબ જ મહેનત કરવી પડશે અને પરિણામ પર પણ અસર પડી શકે છે.

(11:43 pm IST)