Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

કોરોનાની સારવાર માટે ખાનગી હોસ્પિટલ સાથેના કરાર રાજ્ય સરકારે પુરા કરી નાખ્યા

ગુજરાત કોરોના મુક્ત તરફ જઈ રહ્યુ છે પરંતુ તેમ છતાં સતર્કતા જરુરી છે.: નીતિનભાઈ પટેલ

ગાંધીનગર: કોરોનાની સારવાર માટે ખાનગી હોસ્પિટલ સાથેના કરાર રાજ્ય સરકારે પૂર્ણ કર્યા છે. રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણમાં આવ્યુ છે. હવે દરરોજ સરેરાશ રાજ્યમાં 300 જેટલા જ કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે કોરોનાના કેસમાં ઘટાડાને લઈને રાજ્ય સરકારે ખાનગી હોસ્પિટલ સાથેના કરાર પૂર્ણ કર્યા છે.

 આ સાથે જ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે દાવો કર્યો કે ગુજરાત કોરોના મુક્ત તરફ જઈ રહ્યુ છે પરંતુ તેમ છતાં સતર્કતા જરુરી છે.

(9:58 pm IST)