Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

રાજપીપળા ખાતે પોલિયો રવિવારમાં ૧૮ બુથો પર ૧૦૦ જેવા કર્મચારીઓ દ્વારા બાળકોને રસી પીવડાવાઈ

18 જેટલા બુથો સહિત એસ.ટી.બસ સ્ટેન્ડ,જકાતનાકા અને કાળા ઘોડા સહિતના જાહેર સ્થળ મળી કુલ-22 બુથો પર પોલિયોની રસી પીવડાવાઈ, જ્યારે રહી ગયેલા બાળકો માટે ખાસ મોબાઈલ ટિમ પણ ફરતી કરાઈ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : દેશમાંથી પોલિયો નાબૂદ કરવા ફરી એકવાર પોલિયો રવિવારના રસીકરણનો કાર્યક્રમ થયો જેમાં આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર નર્મદા જિલ્લામાં પોલિયો અભિયાન ચલાવામાં આવ્યું અને આરોગ્યની ટીમે દર વર્ષની માફક શાળાઓ, આંગણ વાડી,પુસ્તકાલય સહિતની જગ્યાઓ ખાતે પોલિયોના બુથ બનાવી બાળકોને પોલિયોના ટીપા પીવડાવ્યા હતા.
જિલ્લા આરોગ્ય અધિકારી કે.પી.પટેલ,એડીએચઓ ડો.વિપુલ ગામીતના,બીએચઓ ડો.સુમનના માર્ગદર્શન હેઠળ રાજપીપળા શહેર માં 100 જેટલા કર્મચારીઓની ટિમોંએ જિલ્લામાં 18 જેટલા બુથો બનાવી બાળકોને રસીકરણ પીવડાવવાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં 18 જેટલા અલગ અલગ બુથો સહિત એસ.ટી. બસ સ્ટેન્ડ,જકાતનાકા અને કાળા ઘોડા સહિતના જાહેર સ્થળ મળી કુલ-22 બુથો પર પોલિયોની રસી પીવડાવી જ્યારે રહી ગયેલા બાળકો માટે ખાસ મોબાઈલ ટિમ પણ ફરતી કરાઈ હતી.

(10:22 pm IST)