Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

સુરતના ઉઘના વિસ્તારમાં આર્થિક તંગીથી મહિલાએ ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું

સુરત:ઉધનામાં ભાઠેના ખાતે રવિવારે બપોરે ઘરમાં મહિલાએ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. જોકે આર્થિક મુશ્કેલીના લીધે તેમણે આ પગલું ભર્યું હોવાની શક્યતા સેવાય રહી છે.

સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ ઉધના વિસ્તારના ભાઠેનામાં લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા 22 વર્ષીય નિશાબેન હિતેશભાઈ રાણાના સંતાનમાં એક પુત્રી રવિવારે ઉધના ખાતે તેમની માતાના ઘરે ગઈ હતી અને તેમના પતિ બપોરે ક્રિકેટ મેચ રમવા ગયા હતા. ત્યારે નિશાબેન ઘરે એકલા હતા તે સમયે તેમણે ઘરનો દરવાજો બંધ કરી છતના લોખંડના હૂક સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. 

પોલીસ સૂત્રોએ કહ્યું હતું કે નિશાબેન ઘરમાં જરૂરી કામ કરતા હતા અન્ય તેમના પતિ પણ જરૂરી કામ કરે છે. જોકે તેમની માતા તેમને મદદ કરવા તેમના ઘરે આવતા હતા જોકે આર્થિક તકલીફના લીધે આ પગલું ભર્યું હોવાની શક્યતા છે. પણ હકીકત તપાસ દરમિયાન જાણવા મળશે આ અંગે ઉધના પોલીસે તપાસ હાથ ધરી છે.

(5:26 pm IST)