Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

સુરતના હજીરા વિસ્તારમાં પોલીસે દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરી બે શંકાસ્પદ બોટમાંથી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો

સુરત: શહેર ના હજીરા વિસ્તાર માં આવેલ મરીન પોલીસ દરીયાઇ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે સમયે દરીયામાં એસ્સાર જેટી બોટ પોઇન્ટથી થોડે દુર એક શંકાસ્પદ બોટ ધ્યાને આવેલ જે બોટનો રજીસ્ટ્રેશન નંબર છેકાઈ ગયેલ હાલતમાં હતો. જેથી બોટ શંકાસ્પદ જણાતા તથા બોટ માં તાડપત્રી ધાકેલ હતી જેથી તે ખોલી જોતા જેમાં અલગ - અલગ બ્રાન્ડનો ભારતીય બનાવટ વાળો રૂ. 13,55,820 નો ઇંગ્લીશ દારૂનો જ઼થો મળી આવ્યો હતો. 

આ સંદર્ભે હજીરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી રૂ. 13,55,820 / - નો દારૂ અને બોટ સહીત રૂ. 16,17,320 / - નો મુદ્દામાલ કબજે કરી જેમાં આરોપી વિજ્ય બાબુભાઇ પટેલની ધરપકડ બાદ જામીન પર મુક્ત થવા માટે સેશન્સ કોર્ટેમાં જમીન અરજી કરાઈ હતી.

આ કેસમાં સરકાર તરફે સ્પેશિયલ પબ્લિક પ્રોસીક્યુટર વિપુલ એન. મોદી દ્વારા ધારદાર દલીલો કરાતા નામદાર સેશન્સ કોર્ટે આરોપી નામે વિજય બાબુભાઇ પટેલનાઓની જામીન અરજી નામંજુર કરેલ. આમ, જ્યારથી સરકારશ્રી તરફથી પ્રોહિબિશનના કેસોમાં વકીલ શ્રી વિપુલ એન. મોદીનાઓની સ્પેશિયલ પબ્લિક પ્રોસીકયુટર તરીકેની નિમણુક થયેલ છે ત્યારથી ગેરકાયદેસર રીતે દારૂની હેરફેર કરનારાઓમાં ભારે ફફડાટ ફેલાયેલ છે.

(5:28 pm IST)