Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

સ્પર્શ લેપ્રસી અવેરનેશ કેમ્પેઈન અંતર્ગત અમદાવાદ જિલ્લાના 393 ગામમાં ગ્રામસભા યોજાઈ

ગ્રામસભામાં "ચાલો રક્તપિત્ત સામે લડીએ અને રક્તપિત્તને ઇતિહાસ બનાવીએ" થીમ સાથે લેપ્રસી વિશે પ્રચાર પ્રસાર કરવામાં અવ્યો

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : ડૉ. શૈલેષ પરમાર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અમદાવાદની અધ્યક્ષતા હેઠળ તેમજ ડૉ. કાર્તિક આર શાહ, જિલ્લા ક્ષય અધિકારી અમદાવાદ અને ડૉ ગીતાંજલિ બોહરા ડીએનએમઓ અમદાવાદનાં માર્ગદર્શન મુજબ સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમપેઈન યોજવામાં આવ્યું હતું. આ કેમપેઈન અંતર્ગત અમદાવાદ જિલ્લાનાં તમામ તાલુકા ખાતે 393 ગ્રામસભા યોજવામાં આવી હતી.  ગ્રામસભામાં "ચાલો રક્તપિત્ત સામે લડીએ અને રક્તપિત્તને ઇતિહાસ બનાવીએ" થીમ સાથે લેપ્રસી વિશે પ્રચાર પ્રસાર કરવામાં અવ્યો હતો. 30મી જાન્યુઆરી 2023ના રોજ ગ્રામસભામાં વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી જેમાં રક્તપિત્તની જાગૃતિ અંગે ડીડીઓ અને કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટનો સંદેશ આપવામાં આવ્યો હતો. રક્તપિત્તથી પીડિત વ્યક્તિઓ સામે ભેદભાવ ઘટાડવા માટે ગ્રામ પંચાયત સરપંચ તરફથી તમામ સભ્યોને અપીલ કરવામાં આવી હતી. અસમાનતામાંથી મુક્તિ રક્તપિત્ત અસરગ્રસ્ત/સાજા થયેલા દર્દી (સૌથી વરિષ્ઠ)ને ગ્રામસભાના સન્માનિત અતિથિ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. ગ્રામ સભામાં પ્રમુખ દ્વારા રક્તપિત્તથી અસરગ્રસ્ત વ્યક્તિનું સન્માન અને આઇઇસી સંદેશાઓ તેમના દ્વારા પહોંચાડવા પહેલ કરવામાં આવી હતી. અમદાવાદ ગ્રામ્ય અને કોર્પોરેશન કક્ષાએ સ્કીન નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

(7:24 pm IST)