Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

અમદાવાદના શિવરંજનીના હિટ એન્‍ડ રન કેસમાં પર્વ શાહ વિરૂદ્ધ મનુષ્‍ય વધનો ગુન્‍હોઃ જેલ હવાલેઃ આજીવન કેદ અથવા 10 વર્ષની સજા થઇ શકે

અમદાવાદ: અદાવાદના બહુચર્ચિત શિવરંજની હિટ એન્ડ રન કેસમાં શ્રમિક પરિવારને કચડનાર આરોપી પર્વ શાહને એક દિવસના રિમાન્ડ પર રાખવામાં આવ્યો હતો પરંતુ ત્યારબાદ પોલીસે વધુ રિમાન્ડની માંગણી ન કરતાં આરોપીને જ્યુડિશલ કસ્ટડીમાં કોર્ટે હુકમ કર્યો હતો. શિવરંજનીના હિટ એન્ડ રન કેસમાં પર્વ શાહ વિરૂદ્ધ આઈપીસી કલમ 304 મનુષ્ય વધનો ગુનો દાખલ કર્યો છે. આ કલમ હેઠળ પર્વ શાહને આજીવન કેદ અથવા 10 વર્ષની સજા પણ થઇ શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પર્વ સાથે જે કાર હતી તેની નજીક પોલીસ પહોંચી ગઇ છે. હોમગાર્ડ અને અન્ય પોલીસ કર્મચારીઓ નિવેદનને લઇને તપાસ શરૂ કરાઇ છે. ઘટનાના રિકન્સ્ટ્રક્શન માટે અને રિમાન્ડ દરમિયાન પર્વ શાહ સહયોગ નહી આપે તો વધુ રિમાન્ડ માંગવામાં આવશે.

બીજી બાજુ પર્વ અને તેના 3 મિત્રો કર્ફ્યૂમાં નીકળ્યા હોવાથી ચારેય સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી તેના ત્રણ મિત્રોની પણ ધરપકડ કરવામાં આવી છે.

ત્રણેય મિત્રોની બે કલાક પૂછપરછ કરી

સેટેલાઈટ પોલીસે પર્વ શાહ તથા તેના અન્ય 3 મિત્રોને પોલીસ સ્ટેશનમાં હાજર કર્યા હતા, જે તમામ પર્વ શાહ સાથે અકસ્માત બાદ ભાગી છૂટ્યા હતા. હાલ પોલીસ આ તમામ યુવકોની પૂછપરછ કરી રહી છે. પોલીસે ત્રણેય મિત્રોની બે કલાક સુધી પૂછપરછ કરી હતી. ચારેય લોકો સામે 188 જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો છે. 304ની કલમ ઉમેરવા માટેનો રિપોર્ટ કોર્ટમાં કરાયો છે. પોલીસે ત્રણેયને અલગ અલગ બેસાડીને તેમના નિવેદન નોંધાયા હતા.

કારમાં ચાર યુવકો સાથે હતા

જ્યારે અકસ્માત સર્જાયો હતો ત્યારે શૈલેશ શાહની કારમાં ચાર યુવકો સવાર હતા. જેમાં એક હતો તેમનો દીકરો પર્વ શાહ. પર્વની સાથે રિષભ શાહ, દિવ્ય શાહ અને પાર્થ શાહ પણ સવાર હતા. જેમાંતી રિષભ શાહ અને દિવ્ય શાહ બે ભાઈઓ છે. ચારેય યુવકો અકસ્માત બાદ ત્યાંથી ગભરાઈને ભાગી ગયા હતા. એક મિત્રને ત્યાંના લોકોએ માર માર્યો હતો. જોકે હજાર થયેલા 3 મિત્રો માંથી એક મિત્રને પગમાં ઇજા થઇ છે.

(4:24 pm IST)