Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

સુરતમાં વિદ્યાર્થી સાથે યૌનશોષણ મામલે આખરે લંપટ આચાર્યની અટકાયત

પુણા વિસ્તારમાં આવેલ મનપા શાળા નંબર 300ના આચાર્ય નિશાંત વ્યાસની અટકાયત કરાઈ

સુરત માં વિદ્યાર્થી સાથે યૌનશોષણ નો મામલે આખરે યૌન શોષણ કરનાર આચાર્ય (principal)ની અટકાયત કરવામાં આવી છે. સુરતના પુણા વિસ્તારમાં આવેલ મનપા શાળા નંબર 300ના આચાર્ય નિશાંત વ્યાસની અટકાયત કરાઈ છે. અગાઉ વિદ્યાથી સાથે યૌન શોષણનો વીડિયો વાયરલ થયો હતો.વીડિયો વાયરલ થતા લોકો પણ આ આચાર્ય માટે ફિટકાર વરસાવી હતી. જોકે પ્રિન્સિપાલ નિશાંત વ્યાસને કારણે પાલિકાની પ્રાથમિક શાળાની આબરૂના પણ ધજાગરા ઉડાવ્યા હતા.

જેના ભાગરૂપે પ્રાથમિક શિક્ષણ સમિતિ પણ આ મુદ્દો ચગ્યો હતો અને સામાન્ય સભામાં પણ આ મુદ્દો ગુંજયો હતો. તેમજ આપ પાર્ટી દ્વારા કડકમાં કડક સજા થાય તેવી માંગ કરીને વિરોધ પ્રદશન કર્યું હતું. જોકે આ યૌન શોષણ મુદ્દો ગરમ બનતા આખરે પોલિસે પોક્સો એકટની કલમ મુજબ ગુનો નોંધ્યો હતો.

 

(10:55 pm IST)