Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

બુટલેગર ત્રિપુટી વર્ષે ૧૦૦૦ કરોડનો દારૂ ઘુસાડતા'તા

ત્રિપુટીના લિસ્ટમાં રહેલા પોલીસ અધિકારી- કર્મચારીઓની ઉંઘ હરામ, દારૃ ઘુસાડવા ટેકનોલોજીનો સહારો : નાગદાન, સિંધી અને પિન્ટુના મોબાઇલમાંથી રાજયભરમાં ફેલાયેલા ૩૦૦ બુગલેગરનું નેટવર્ક પકડાયું

અમદાવાદ, તા.૧ઃ સૌરાષ્ટ્રનો કુખ્યાત બુટલેગર નાગદાન ગઢવી, વિનોદ સીંધી અને સાઉથ ગુજરાતના પિન્ટુ નામના બુટલેગરની ત્રિપુટી એક વર્ષમાં એક હજાર કરોડનો દારૃ ગુજરાતના ખુણેખુણામાં પહોંચાડતા હોવાનો ઘટસ્ફોટ થયો છે. ત્રણેય બુટલેગરો એટલા શાતિર હતા કે તેમની ટૂંકમાં ઞ્ભ્લ્ સિસ્ટમ લગાવતા હતા. તેમની દારૃ ભરેલી ટ્રક જેવી ગુજરાતમાં પ્રવેશ કે તરત જ ઞ્ભ્લ્ સિસ્ટમ ચાલુ થઇ જતી હતી. જો અડધો કલાક સુધી ટ્રક એક જગ્યાએથી બીજી જગ્યાએ ના ખસે તો તેમની ટ્રક પકડાઇ ગયાનું ત્રણેય બુટલેગર માની લેતા હતા. સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓની વાત માનીએ તો ગુજરાતમાં તેમના ૩૦૦ થી વધારે બુટલેગર ગ્રાહકો હતા. પોલીસે પકડેલા બુટલેગરોના મોબાઇલ ફોનની તપાસ કરતા તે તમામનું એક લિસ્ટ પોલીસે તૈયાર કયુ છે. ઉપરાંત ગુજરાતના અનેક પોલીસ અધિકારીઓ-કર્મચારીઓનો પણ કાળો ચિઠ્ઠો પોલીસે કાઢયો છે. જેમા અનેક પોલીસ અધિકારીઓએ જેલમા જવા જેવી પરિસ્થિતીનું નિર્માણ થયુ છે. સ્ટેટ મોનિટરિંગ સેલે જે પોલીસ અધિકારીઓની સંડોવણી નીકળી છે તેમના પણ કોલ લિસ્ટ મંગાવ્યા છે. બુટલેગરો પાસેથી મળેલી ડાયરીઓના કારણે અનેક પોલીસ અધિકારીઓની ઉંઘ હરામ થઇ ગઇ છે.

ત્રિપુટી બુટલેગરના મોબાઇલમાંથી ગુજરાતના મોસ્ટ લિસ્ટેડ ૩૦૦ જેટલા બુટલેગરોનું મોબાઇલ નંબર તેમજ પીનકોડ સાથેના એડ્રેસવાળું લીસ્ટ મળી આવ્યુ છે. જેને પગલે હવે આ તમામ બુટલેગરો સામે પણ વિજિલન્સના અધિકારીઓ પગલા લેશે. સામાન્ય સંજોગોમાં વિજિલન્સના અધિકારીઓ દ્વારા દરોડા પાડીને સ્થાનિક પોલીસને તપાસ સોંપી દેવામાં આવતી હોય છે અને સ્થાનિક પોલીસ તપાસમાં ગોઠવણ કરી દેતી હોય છે. ગુજરાતના સંખ્યાબંધ પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ એવા નાગદાન ગઢવીને નહીં પકડવા માટે સ્થાનિક પોલીસ પૂરતા પ્રયાસ કરતી હતી ત્યારે જ વિજિલન્સના અધિકારીઓને માહિતી મળી હતી કે તે દિલ્હી પાસે ગુડગાંવમાં ભાડાનો લકઝુરીયસ ફલેટ રાખીને આરામ કરી રહ્યો છે. તરત જ અધિકારીઓએ તેને ઝડપી લીધો. બીજી તરફ અમદાવાદનું દારૃનું સંપૂર્ણ નેટવર્ક સંભાળતા વિનોદ સિંધીને પણ અમદાવાદ શહેર પોલીસ પકડતી ન હતી માટે વિજિલન્સના અધિકારીઓએ સદરાર નગરમાંથી ઝડપી લીધો.

દક્ષિણ ગુજરાતમાં કરોડો રૃપિયાનો દારૃ વેચીને ગોવા પાર્ટી કરવા ગયેલો પિન્ટુ મુંબઇ એરપોર્ટ પર ઉતર્યો કે તેના સ્વાગતમાં વિજિલન્સના અધિકારીઓ તૈયાર હતા. પીન્ટુ પણ ઝડપાઇ ગયો. નાગદાન ગઢવી, વિનોદ સિંધી અને પિન્ટુ ઝડપાઇ ગયા બાદ વિજિલન્સના અધિકારીઓએ તેમના બેન્ક એકાઉન્ટની તપાસ કરી ૨૦ બેંક એકાઉન્ટ સીઝ કર્યા છે. ચોક્કસ આંગડિયા પેઢીમાં તેમણે ૯ કરોડ અને ૩૫ કરોડના હવાલા પાડયા હોવાની વિગતો પણ મળતા તે દિશામાં તપાસ શરૃ કરવામાં આવી છે.(૨૩.૮)

બુટલેગરોએ કોલ સેન્ટર સાથે સંકળાયેલા કેટલાક યુવકોને કામે રાખ્યા

કુખ્યાત બુટલેગર વિનોદ સિંધીના ખાસ ગણાતા અમદાવાદના વિરેન્દ્ર પરિહાર ઉર્ફે બંસી સાથે કોલ સેન્ટરના સૌરવ - ગૌરવને સાથે રાખીને ટેકનોલોજીના જાણકાર યુવકોની એક ટેકનિકલ ટીમ રાખી છે. જેથી બુટલેગરો ગુજરાતમાં હોય છતા અન્ય રાજયમાં હોય તેવા કોલર ટયુન સંભળાય તેવી પધ્ધતિનો ઉપયોગ કરતા હતા. તેમજ ઞ્ભ્લ્ સિસ્ટમ લગાવવાની સલાહ પણ બુટલેગરોને તેમની ટેકનોલોજીની ટીમે જ આપી હતી.

(11:46 am IST)