Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

પર્યાવરણ પ્રત્‍યે પ્રતિબદ્ધતા દર્શાવવા મરેંગો એશિયા હેલ્‍થકેર ૫૦,૦૦૦ વૃક્ષો વાવશે

સમાજને અનોખી રીતે આરોગ્‍ય અને સુખાકારી આપવા માટે મરેંગો સિમ્‍સ હોસ્‍પિટલની તેમની પહેલના પ્રથમ તબક્કાના ભાગરૂપે એક જ દિવસમાં વૃક્ષો વાવવાનુ અભિયાન

અમદાવાદ, તા.૧: સમાજમાં હકારાત્‍મક અસર ઊભી કરવાના હેતુ સાથે ૧,૩૦૦ બેડ્‍સની ત્રણ હોસ્‍પિટલ્‍સના નેટવર્ક સાથે મરેંગોએશિયા હેલ્‍થકેર હોસ્‍પિટલ્‍સ જે શહેરોમાં મરેંગો એશિયા હોસ્‍પિટલ છે ત્‍યાં ૫૦,૦૦૦ વૃક્ષો વાવવાનો સંકલ્‍પ કરે છે. વૃક્ષો વાવવાનું આ અભિયાન એક અનોખો ઈકો-ફ્રેન્‍ડલી અભિગમ છે જે ક્‍લાઈમેટ ચેન્‍જ માટેના યુએન સસ્‍ટેનેબલ ડેવલપમેન્‍ટ ગોલ્‍સ ૧૫ને સમર્પિત છે. મરેંગો સિમ્‍સ હોસ્‍પિટલ દ્વારા આ પહેલ હાથ ધરવામાં આવી છે અને આજથી તેનો પ્રારંભ કરવામાં આવ્‍યો છે. આ પ્રસંગે અતિથિવિશેષ તરીકે શ્રી જીગ્નેશભાઈ પટેલ, ડિરેક્‍ટર-પાર્ક્‍સ, એએમસી-અમદાવાદ, શ્રી દિનેશભાઈ દેસાઈ, પ્રમુખ, માલધારી સેના, ગુજરાત, શ્રી દક્ષેશ પટેલ, પ્રકળતિ પરિવાર, સોલા તથા ડો. કેયુર પરીખ, ચેરમેન, મરેંગો સિમ્‍સ, ડો. રાજીવ સિંઘલ, મેનેજિંગ ડિરેક્‍ટર અને ગ્રુપ સીઈઓ, મરેંગો એશિયા હેલ્‍થકેર તથા મેનેજમેન્‍ટ ટીમના અન્‍ય સભ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા. આવી જ પ્રવળત્તિ મરેંગો કયુઆરજી હોસ્‍પિટલ, દિલ્‍હી એનસીઆર અને કે કે પટેલ હોસ્‍પિટલ, ભુજ ખાતે પણ હાથ ધરવામાં આવી હતી.
એક જવાબદાર ઈએસજી સંલગ્ન હેલ્‍થકેર પ્રોવાઈડર તરીકે મરેંગો એશિયા હેલ્‍થકેરની પ્રતિબદ્ધતા યુએન સસ્‍ટેનેબલ ડેવલપમેન્‍ટ ગોલ્‍સ ૧૫ તરફ છે જે કહે છે, ‘પળથ્‍વીની ઇકોસિસ્‍ટમના ટકાઉ ઉપયોગને સુરક્ષિત કરો, પુનઃસ્‍થાપિત કરો અને પ્રોત્‍સાહિત કરો, જંગલોનું ટકાઉ સંચાલન કરો, રણપ્રદેશના વિસ્‍તરણનો સામનો કરો અને જમીનની અધોગતિને અટકાવો અને પુનઃસ્‍થાપિત કરો, જૈવવિવિધતાના નુકશાનને રોકો.ૅ સસ્‍ટેનેબલ ડેવલપમેન્‍ટ ગોલ્‍સ એ પળથ્‍વી પરના દરેક જીવો માટે વધુ સારું અને વધુ ટકાઉ ભાવિ હાંસલ કરવા માટેનું બ્‍લુપ્રિન્‍ટ છે. યુએન સસ્‍ટેનેબલ ગોલ્‍સના ભાગ રૂપે, મરેંગો સિમ્‍સ હોસ્‍પિટલ આપણે બધા આબોહવા પરિવર્તનને કેવી રીતે પ્રભાવિત કરી શકીએ તે અંગે વિસ્‍તળત રીતે જાગળતિ ફેલાવી રહી છે.

 

(3:36 pm IST)