Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

રાજ્‍ય પોલીસ તંત્રમાં ખૂબ અગત્‍યની ગણાતી પોસ્‍ટનો ચાર્જ અંતે અજય કુમાર ચૌધરીને સુપ્રત

અમદાવાદ સીપી સંજય શ્રીવાસ્‍તવ ૨૦ દિવસ રજા પર, જોઇન્‍ટ સીપી પાસે ચાર્જ

રાજકોટ, તા.૧:  અમદાવાદનાં ખૂબ ઓછું બોલી વધુ કામ કરવા માટે જાણીતા ડીજી લેવલના મોસ્‍ટ સિનિયર આઇપીએસ ૨૦ દિવસની રજા પર જતા આ ચાર્જ કોને મળશે તે માટે અનેકવિધ અનુમાન અને અટકળો શરૂ થયેલ.                          
 રાજ્‍ય સરકાર સંજય શ્રી વાસ્‍તવની ગેરહાજરીમાં કોઈ વિવાદિત નિર્ણયો ન લેવાઈ જાય અને ચૂંટણીમાં મુશ્‍કેલી ન પડે તે માટે લોકો સાથે દૂધમાં સાકાર માફક ભળી ગયેલ અને પોલીસ તંત્રના હાથ પગ જેવા સ્‍ટાફ માટે ખૂબ કાળજી રાખનાર આઇજી લેવલના અજય કુમાર ચૌધરી પર પસંદગી ઉતારી છે. તેમને ગાંધીનગરથી ચાર્જ સંભાળવા તૈયાર રહેવાના મેસેજ પણ હાઇ લેવલેથી આગોતરા આપવામાં આવ્‍યાનું પણ આઇપીએસ વર્તુળોમાં ચર્ચા છે, તેવો દ્વારા રાજ્‍ય સરકાર જે પ્રશ્નો ખૂબ ગંભીર છે તેવા ડ્રગ્‍સ મામલે ચાર્જ સાંભળતા જ અનેરૂં આયોજન કરી પસંદગી સાર્થક કર્યાનું આઇપીએસ અને આઇએએસ વર્તુળો માની રહ્યા છે.                  

 

(3:39 pm IST)