Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કેનાલમાં ન્હાવા પડેલ કિશોરનું ડૂબી જવાથી મૃત્યુ નિપજતા પરિવારની માથે આભ ફાટ્યું

અમદાવાદ: પૂર્વ વિસ્તારમાં એક તરફ લોકો વરસાદના પાણીમાં  હેરાન પરેશાન થઇ રહ્યા છે, તો બીજીતરફ આજની તારીખે નીચાણ વાળા વિસ્તારોમાં ખાડાઓમાં પાણી ભરોયલા છે. વટવા  કેનાલ પાસે પાણીના ખાડામાં નાહવા પડેલા ૧૨ વર્ષના કિશોરનું ડૂબી જવાથી મોત થયું હતું. આ બનાવ અંગે નારોલ પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.  આ કેસની વિગત એવી છે કે વટવા કેનાલ પાસ ે મુસકાન પાર્ક નજીક  સંજરીપાર્ક બાબુલાલ-૦૨ બુરહાની ફ્લેટ ખાતે રહેતા મોહમંદએહમદ અબ્દુલગફાર  અંસારીનો ૧૨ વર્ષનો પુત્ર ગઇકાલે બપોરે મિત્રો સાથે રમતા રમતા વટવા કેનાલ પાસે વરસાદથી ભરાયેલા પાણીના ખાડામાં નાહવા પડયો હતો પરંતું ઉંડા પાણીના કારણે તે ડૂબી ગયો હતો. કિશોરને સારવાર માટે એલ.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો,જ્યાં  ફરજ પરનક્ડૉક્ટરે મૃત જાહેર કર્યો હતો.આ બનાવ અંગે નારોલ પોલીસે અકસ્માતે મોત નોધી વધુ તપાસ હાથધરી છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં  ગયા શનિવારે  સાંજે  પડેલા ભારે વરસાદના કારણે ખોખરા વિસ્તારમાં જશોદાનગર ગોરવાકૂવા પાસે પાણી ભરાઇ ગયા હતા. જ્યાં રામોલમાં રહેતો યુવક બાઇક લઇને પસાર થતો હતો આ સમયે તેનું બાઇક ઇલેકટ્રીકના થાંભલાના અથડાતા યુવકનું સ્થળ પર મોત થયું હતું.

(4:57 pm IST)