Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

૧૦ અને ૧૬ વર્ષના તરૂણ તરૂણીઓ માટે વિરમગામ તાલુકામાં ટીટેનસ અને ડીપ્થેરીયા રસીકરણનો પ્રારંભ

વિરમગામના કે.બી શાહ વિનય મંદિરના ૧૦ અને ૧૬ વર્ષના તરૂણ તરૂણીઓને ટી.ડી રસી આપવામાં આવી : વિદ્યાર્થીઓને ટી.ડી રસીનું મહત્વ સમજાવવામાં આવ્યુ

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : અમદાવાદ જીલ્લાના વિરમગામ તાલુકામાં ૧૦ અને ૧૬ વર્ષના તરૂણ તરૂણીઓ માટે ટી.ડી (ટીટેનસ અને ડીપ્થેરીયા) રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા વિરમગામ તાલુકામાં બાળકોને ટિટેનસ અને ડિપ્થેરીયાના ચેપથી સુરક્ષિત કરવાના હેતુથી ટી.ડી રસીકરણ અભિયાનનો કે બી શાહ વિનયમંદિર ખાતે વિરમગામ નગરપાલીકાના પ્રમુખ ચેતનભાઇ રાઠોડ દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો છે. વિરમગામ તાલુકામાં ૪૦૦૦થી વધુ ૧૦ અને ૧૬ વર્ષના તરૂણ તરૂણીઓને ટીડી રસી આપવામાં આવશે. વિદ્યાર્થીઓને ટી ડી રસીનું મહત્વ સમજાવવામાં આવ્યુ હતુ. અત્રે ઉલ્લેખનિય છે કે, ભારત સરકાર તરફથી સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમમાં ધનુર અને ડિપ્થેરીયાના રોગોની રોકથામ કરવા માટે ટીટેનસ + ડિપ્થેરીયા(ટીડી) રસીનો સમાવેશ કરવામાં આવ્યો છે. તરુણ તરુણીઓને ૧૦ અને ૧૬ વર્ષની ઉંમરે આપવાની થતી ટીટી ની જગ્યાએ ટીડી રસી આપવાની થાય છે. ટીડી રસી માટે નિયતવય જુથના શાળાએ જતા તરુણ તરુણીઓને આવરી લેવા આરબીએસકે ટીમ મારફતે પી.એચ.સી ના મેડીકલ ઓફીસરના માર્ગદર્શન હેઠળ રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે. વિરમગામ ખાતે તાલુકા હેલ્થ ઓફિસર અને ડીસ્ટ્રીક્ટ આઈઇસી ઓફિસરની ટીમ દ્વારા રસીકરણ કેન્દ્રની મુલાકાત લઈ સપોર્ટીવ સુપરવિઝન કરવામાં આવ્યું હતું

(6:54 pm IST)