Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

આણંદમાં નકલી દારૂ બનાવવાની નકલી ફેક્ટરી પકડાઈ : એક આરોપી ઝડપાયો

આંકલાવ પોલીસે નકલી વિદેશી દારૂ બનાવતી મિની ફેકટરી ઝડપી પાડી

આણંદ જિલ્લાની આંકલાવ પોલીસે નકલી વિદેશી દારૂ બનાવતી મિની ફેકટરી ઝડપી પાડી છે. આ મિની ફેકટરીમાં વિવિધ બ્રાન્ડનો ડુપ્લીકેટ દારૂ બનાવી વેચવામાં આવતો હતો. આંકલાવ પોલીસે એક આરોપી સહિત બનાવટી દારૂ બનાવવાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બરવાળામાં કેમિકલ કાંડ સર્જાયા બાદ રાજ્યના તમામ જિલ્લાઓની પોલીસ એલર્ટ થઈ છે અને દેશી વિદેશી દારૂના વેપારીઓ ઉત્પાદકો અને વેચાણ કરતા લોકો ઉપર તવાઈ બોલાવવામાં આવી રહી છે. ત્યારે આણંદના આંકલાવ પોલીસે બાતમીનાં આધારે ભેટાસી ગામમાં દરોડો પાડી વિદેશી દારૂ બનાવવાની મિની ફેકટરી ઝડપી પાડી છે.

પોલીસે બાતમી આધારે ભેટાસી ગામમાં આવેલ માંડવા પુરા સીમના એક ખેતરમાં આવેલ કુવાની ઓરડીમાં જ્યારે રેડ કરી ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કારણ કે અહીં દેશી નહિ, પરંતુ બનાવટી વિદેશી દારૂ બનવવામાં આવી રહ્યો હતો. પોલીસે સ્થળ ઉપરથી ભેટાસીના સુરેશ ઉર્ફે ચકો ભાઈલભાઈ માળીને પકડ્યો છે. સ્થળ ઉપરથી પોલીસે વિદેશી દારૂ બનાવવાના સાધનો કેમિકલ અને વિવિધ બ્રાન્ડના લેબલો વાળી બોટલો પણ કબ્જે લીધી છે. 

(9:32 pm IST)