Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

માતાએ ઠપકો આપતા પુત્રએ આત્મહત્યા કરી: હેબતાઈ ગયેલી માતાએ પણ જીવ આપ્યો: પિયર પક્ષ કહે છે હત્યા થઈ છે

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના મીઠાલી ગામના પટેલ ફળિયામાં દર્દનાક ઘટના બની હતી. જેમાં માતાએ પુત્રને ઠપકો આપ્યા પુત્રએ ગળે ફાંસો ખાઈ લીધો હતો. પુત્રનો લટકતો મૃતદેહ જોઈને માતાએ પણ આત્મહત્યા કરી લીધી હતી.

માતા કુદરતી હાજતે ગઇ હોવાથી અને પરત ન આવતા પતિ ખેતરમાં શોધવા ગયા. ત્યાં માતા-પુત્રના મૃતદેહ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. બનાવની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને લાશને શહેરા ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા.
જોકે, મૃતક માતાના પિયર પક્ષના લોકોએ હત્યા થઈ હોવાનો આક્ષેપ લગાવ્યો હતો,  હવે પોસ્ટમોર્ટમ ના રિપોર્ટ બાદ સત્ય હકીકત સામે આવશે.

(2:19 pm IST)