Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

શેરી ગરબા બાદ હવે ક્લબ અને પાર્ટી પ્લોટમાં પણ ગરબાના આયોજનની મંજૂરી માટે માંગણી

જાણીતા કલાકાર અરવિંદ વેગડા સહિત 5 કલાકારોએ રાજ્ય સરકારમાં રજૂઆત કરી

અમદાવાદ :  શેરી ગરબા બાદ હવે ક્લબ અને પાર્ટી પ્લોટમાં પણ ગરબાના આયોજનની મંજૂરી માટે માગ ઉઠી છે. ગુજરાતના જાણીતા કલાકાર અરવિંદ વેગડા સહિત 5 કલાકારોએ રાજ્ય સરકારમાં આ બાબતે રજૂઆત કરી છે.

 રાજ્ય સરકારે 400 લોકો સાથે શેરી ગરબા કરવાની મંજૂરી આપી છે. ત્યારે આવા સામે 400 લોકો સાથે જ પાર્ટી પ્લોટ અને કલબમાં પણ પરવાનગી આપવા રજૂઆત કરવામાં આવી છે. નવરાત્રીને હવે થોડા દિવસો જ બાકી રહ્યા છે. જ્યારે જોવું રહ્યું કે આ બાબતે રાજ્ય સરકાર શું નિર્ણય કરે છે.

જો કે મળેલી માહિતી અનુસાર સરકાર આ અંગે વચગાળાનો નિર્ણય લેવા વિચારણા કરી રહી છે. માહિતી અનુસાર આવતીકાલ સુધીમાં કોઈ નિર્ણય આવી શકે છે.રાજ્ય સરકારે કોરોનાને લઈને નવરાત્રીના ઘણા નિર્ણય લીધા હતા. જેમાં નવરાત્રી રશીકો માટે પણ સારા સમાચાર આવ્યા હતા. નિર્ણયમાં શેરી ગરબાને પરવાનગી આપવાની જાહેરાત કરી હતી. ગૃહ વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. જે અનુસાર કલબ પાર્ટીપ્લોટમાં ગરબા યોજવાની મંજૂરી આપવામાં આવી ન હતી. જેને લઈને હવે માગ ઉઠી છે.

(10:54 pm IST)