Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

મહેસાણા નગરપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાનું બિલ ચુકવવામાં વિલંબ થતા ઈજારેદારે કામગીરી બંધ કરી

મહેસાણા:શહેરમાં ઘણા વર્ષોથી રખડતા ઢોરોની સમસ્યા વિકરાળ બની છે. પાલાવાસણા સર્કલથી મોઢેરા ચોકડી રોડરાધનપુર રોડમોઢેરા રોડગાંધીનગર લીંક રોડવિસનગર લીંક રોડ સહિતના વાહન વ્યવહારથી રાત-દિવસ ધમધમતા રહેતા માર્ગો ઉપર રખડતા ઢોરોના કારણે અનેકવાર નાના-મોટા અકસ્માતો સર્જાતા હોય છે. ક્યારેક રાહદારીઓને શીંગડી ભરાવાતાં ગંભીર ઈજાઓ પણ થઈ છે. સ્થાનિક પાલિકા તંત્ર દ્વારા આ સમસ્યાનો ઉકેલ લાવવા અગાઉ ટેન્ડર પ્રક્રિયા કર્યા બાદ ૭ નવેમ્બર ૨૦૨૦ના રોજ રખડતા પશુઓને પકડવા ઈજારેદારને વર્ક ઓર્ડર અપાયો છે. અત્યાર સુધી ૮૦થી વધુ ઢોરોને પકડી ડીસા તેમજ ઈડર પાંજરાપોળમાં મોકલી અપાયા છે. જો કેશહેરમાંથી રખડતા ઢોર પકડવાની કામગીરી એકાએક ઈજાહરેદાર બંધ કરી દેતાં વિવાદ સર્જાયો છે. જેમાં દોઢ માસમાં પકડેલા પ્રતિ ઢોરના રૃ.૨૪૭૫ લેખે રૃ.૨૦૨૯૫૨નું બીલ અટવાતાં કામગીરી સ્થગિત કરી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. નોંધપાત્ર છે કેઢોર પકડવાની પ્રક્રિયામાં ટેન્ડરમાં દર્શાવેલ નિયમોનું પાલન કરી પશુઓને યોગ્ય જગ્યાએ છોડવાની કામગીરી ઈજારેદારને કરવાની થતી હતી. પરંતુ એકાએક એજન્સી દ્વારા આ કામગીરી બંધ કરતાં હાલ તો શહેરના મોટાભાગના રસ્તાઓ પર રખડતા ઢોરોની સમસ્યા જૈસે થે જેવી જોવા મળી રહી છે.

(5:41 pm IST)