Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

હિંમતનગરના પ્રમુખસ્વામી માર્ગ પરથી 6 દબાણો હટાવવામાં આવ્યા

હિંમતનગર: શહેરના પ્રમુખ સ્વામી માર્ગ પર હડિયોલપુલ છાપરીના ચોરા પર કેટલાક ઈસમો નોનવેઝ ચીજવસ્તુઓની દુકાનો આગળના રોડ ઉપર ગેરકાયદેસર વેપલો કરતા હોય તેના કારણે આ વિસ્તારમાંથી અવર જવર કરતા રાહદારીઓ સાથે રહિશોની લાગણી દુભાતી હતી. ત્યારબાદ ગત માસમાં વિશ્વ હિંદુ પરિષદ દ્વારા પ્રમુખ સ્વામી માર્ગ પર જાહેર રોડ ઉપર ચાલતા નોનવેઝ ચીજવસ્તુઓના વેપલાને બંધ કરાવવાની માગણી સાથે નગરપાલિકા તેમજ વિવિધ વહિવટી તંત્રને આવેદન પત્ર આપીને આગેવાનો દ્વારા રજુઆતો કરાઈ હતી. જે સંદર્ભે નગરપાલિકાના આરોગ્ય તંત્રએ પણ આવો વેપલો કરનારા વેપારીઓને જાહેર રોડ ઉપર વેપાર બંધ કરવા સુચનાઓ આપી હતી. નગરપાલિકા તંત્રની સુચના બાદ પણ નોનવેઝ ચીજવસ્તુઓનો વેપલો કરનારા વેપારીઓ દ્વારા પાલિકાતંત્રની સુચનાને અવગણી ધંધો ચાલુ રખાતા નગરપાલિકાના આરોગ્ય વિભાગે ડી.વાય.એસ.પી.સ્થાનિક પી.આઈ. સહિત પોલીસ બદોબસ્ત અને મામલતદાર કચેરીના અધિકારીની ઉપસ્થિતિમાં લારીટેબલકેબિનો સહિતના ગેરકાયદેસર દબાણો હટાવવાની કાર્યવાહી કરી હતી. 

(5:42 pm IST)