Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

સુરતની કાપડબજારમાં જુદી જુદી જગ્યાએ છેતરપિંડીની ઘટનાથી ગેંગ વિરુદ્ધ પગલાં લેવા કમિશનરને રજુઆત કરવામાં આવી

સુરત: કાપડબજારમાં જુદી-જુદી માર્કેટોમાં વેપાર કરતા ચીટર-બદમાશો વિવર સાથે છેતરપિંડી કરતાં હોઇ, આવા ચિટર ગેગની વિરુદ્ધમાં પગલાં લેવામાં આવે એવી રજૂઆત પોલીસ કમિશનર સમક્ષ ફેડરેશન ઓફ ગુજરાત વિવધ વેલ્ફેર એસો. (ફોગવા)એ આજે કરી હતી.

આજે બપોરે ફોગવાના અગ્રણીઓએ પોલીસ કમિશનર કચેરીએ જુદી જુદી માર્કેટોમાં વેપાર કરતા બદમાશો તથા બદમાશોને મદદરૂપ બનતા બ્રોકરોના નામોની યાદી સુપ્રત કરી હતી અને વિવરને ન્યાય અપાવવા માટે માંગ કરી હતી. કારખાનેદારોની બહુ મોટી રકમ કાપડ બજારમાં ફસાયેલી છે.

રજૂઆતના આધારે અગ્રણીઓને જણાવવામાં આવ્યું હતું કે, યાદીના આધારે પોલીસ તરફથી કઇ રીતે પગલાં લેવામાં આવી શકે છે, તેનો અભ્યાસ કરાશે અને પછી ફરિયાદ નોંધાવવા માટે માર્ગદર્શન આપવામાં આવશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. કુલ 50થી વધુ વિવરોના ફસાયેલાં નાણાંની યાદી નામો સાથે આપવામાં આવી હતી.

(5:44 pm IST)