Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

અમદાવાદના હેલ્થ ખાતાએ 30 દિવસમાં 231 ફુડ સેમ્પલ લીધા : માત્ર 6 ફેલ જાહેર અને 126 નું હજુ પરિણામ બાકી

બે નમુના સબસ્ટાન્ડર્ડ હતા જ્યારે ચાર નમુના મિસબ્રાંન્ડેડ હતા

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ ખાતા દ્વારા જાહેર કરાયેલા આંકડામાં અમદાવાદ શહેરમાં છેલ્લા એક મહિનામાં 231 વિવિધ ફુડના સેમ્પ લઇ તપાસ અર્થે મોકલ્યા હતા તો માત્ર છ નમુૂના અપ્રાણિત જાહેર થયા હતા જે પૈકી બે નમુના સબસ્ટાન્ડર્ડ હતા જ્યારે ચાર નમુના મિસબ્રાંન્ડેડ હતા. જ્યારે 99 નમુના પ્રમાણિત જાહેર કરવામાં આવ્યા હતા.

હેલ્થ ખાતાની ટીમોએ લીધેલા નમુના પૈકી વેજચટણી અને ફ્રાયમ્સના નમુના સબસ્ટાન્ડર્ડ આવ્યા હતા એટલે કે, આ ખાદ્યપદાર્થમાં જરુરી હોય તેવા પોષક તત્વોની કમી જણાઇ હતી જ્યારે અન્ય ચાર નમુના પેકેજિંગમાં પુરતી માહિતીનો અભાવ જોવા મળ્યો હતો.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ ખાતા દ્વારા તા.1થી 30 સપ્ટેમ્બર દરમિયાન શહેરભરમાં વિવિધ સ્થળોએ દરોડા પાડ્યા હતા. જેમાં સ્વીટ્સના 33, દુધ અને દુધની બનાવટોના 22, ફરસાણ-નમકીનના 13, બેકરી પ્રોડક્ટસના 11, ખાદ્યતેલના 20, બેસન, મેંદો, સોજીના 27, અલગ-અલગ જાતના મસાલાના 42 અને અન્ય ખાદ્ય પદાર્થના 63 મળી કુલ 231 નમુના લીધા હતા જે પૈકી 6 નમુના અપ્રમાણિત જાહેર કરાયા હતા જ્યારે 126નું પરિણામ બાકી છે જ્યારે 99 નમુના પ્રમાણિત જાહેર કરવામાં આવ્યા હતા.

છેલ્લા એક અઠવાડિયામાં જોઇએ તો, હેલ્થ ખાતા દ્વારા 54 નમૂના લેવાયા હતા જેમાં સ્વીટના15, ફરસાણ-નમકીનના 4, બેકરી પ્રોડકટ્સના 3, વિવિધ મસાલાના 12, ખાદ્યતેલના ચાર, બેસન-મેદાના 5 અને અન્યના 11 સેમ્પલ લઇ તપાસ માટે મોકલી અપાયા છે જે પૈકીના તમામના પરિણામ બાકી છે.

આ છ એકમોમાંથી લેવાયેલા સેમ્પલ ફેલ

એકમનું નામ સેમ્પલ પરિણામ
જય સેલ્સ, અમરાઇવાડી રાઇસીન્સ 250 ગ્રામ પેકેટ મિસબ્રાંન્ડેડ
સાહીલ ટ્રેડર્સ, ઓઢવ વેજ ચટણી સબ સ્ટાન્ડર્ડ
ચિંતામણી ટ્રેડર્સ, જુનામાધુપુરા આરબીડી પામોલિન તેલ મિસબ્રાંન્ડેડ
ઋષિ જનરલ સ્ટોર્સ, નરોડા બેસ્ટ મોરૈયો મિસબ્રાંન્ડેડ
અક્ષર ટ્રેડર્સ, વેજલપુર તીખાલાલ મરચુ પાવડર મિસબ્રાંન્ડેડ
કલમ પ્રોવિઝન સ્ટોર્સ, ગોતા ફ્રાયમ્સ સબસ્ટાન્ડર્ડ
(11:29 pm IST)