Gujarati News

Gujarati News

News of Monday, 1st November 2021

રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નોંધારા નો આધાર પ્રોજેકટના લાભાર્થીઓને ફૂડ પેકેટ વિતરણ કરાયા

રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નોંધારા નો આધાર પ્રોજેકટના લાભાર્થીઓને ફૂડ પેકેટ વિતરણ કરાયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : 31ઓક્ટોમ્બરે સમગ્ર દેશમાં સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતિ ના ભાગરૂપે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરાઈ ત્યારે આ ખાસ દિવસે નર્મદા જિલ્લામાં કાર્યરત નોંધારા નો આધાર પ્રોજેકટ કે જે માત્ર નિરાધાર, આશ્રય વિનાના લોકો માટે કાર્યરત છે અને આ પ્રોજેકટ હેઠળ આમ દિવસની સાથે સાથે આવા ખાસ દિવસો કે મોટા તહેવારોમાં પણ આવા તમામ લોકોને યાદ રાખી ભોજન સહિતની અન્ય ઘણી સુવિધાઓ વિના મૂલ્યે આપવામાં આવે છે ત્યારે આજે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે પણ "નર્મદા જિલ્લા વહીવટી તંત્ર" તરફથી "નોંધારા નો આધાર" પ્રોજેકટના લાભાર્થીઓને ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવ્યા હતા આમ નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નોંધારા વ્યક્તિ ઓની ખાસ કાળજી સાથે દરકાર કરવામાં આવી રહી છે

(10:18 pm IST)