Gujarati News

Gujarati News

News of Monday, 1st November 2021

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજયંતી નિમિત્ત્।ે ભરૂચમાં ચાર 'મેઘાણી-સાહિત્ય' કોર્નરની સ્થાપના

આપણાં ગૌરવવંતા સાહિત્ય-સંસ્કૃતિની મહામૂલી વિરાસતથી નવી પેઢી પરિચિત–પ્રેરિત થાય તે આશયથી ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી તથા લોકગાયક અભેસિંહ રાઠોડનું પ્રેરક અભિયાન

રાજકોટ : રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજયંતી નિમિત્ત્।ે ભરૂચ ખાતે ચાર મેઘાણી-સાહિત્ય કોર્નરની સ્થાપના થઈ. આપણાં ગૌરવવંતા સાહિત્ય-સંસ્કૃતિની મહામૂલી વિરાસતથી નવી પેઢી પરિચિત–પ્રેરિત થાય તે આશયથી ઝવેરચંદ મેઘાણીના પૌત્ર, ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી (મો. ૯૮૨૫૦૨૧૨૭૯) તથા ખ્યાતનામ લોકગાયક, મેઘાણી-અભ્યાસુ અભેસિંહ રાઠોડ (મો. ૯૮૨૫૦૩૩૧૦૨) દ્વારા આ પ્રેરક અભિયાનનો આરંભ કરાયો છે. અત્યાર સુધી સમગ્ર ગુજરાતમાં ૭૫ જેટલાં મેઘાણી-સાહિત્ય કોર્નરની સ્થાપના થઈ છે અને ૧૨૫મી મેઘાણી-જયંતી વર્ષ અંતર્ગત કુલ ૧૨૫ મેઘાણી-સાહિત્ય કોર્નરની સ્થાપના થાય તેવી લોકલાગણી છે. ૧૮૫૮માં સ્થાપિત ઐતિહાસિક રાયચંદ દીપચંદ લાયબ્રેરી ખાતે પ્રમુખ અને સી. એ. ગૌતમભાઈ ચોકસીના સૌજન્યથી મેઘાણી-સાહિત્ય કોર્નરના લોકાર્પણ કાર્યક્ર્મમાં એડવોકેટ રાજુભાઈ મોદી, માનદ્ મંત્રી નિલાંગભાઈ મોદી, ગ્રંથપાલ કમલાબેન ગોહિલ સહિત મોટી સંખ્યામાં વાચકો ઉપસ્થિત રહ્યાં હતાં. જાન્યુઆરી ૧૯૪૭માં ઝવેરચંદ મેઘાણી આ લાયબ્રેરીની મુલાકાતે આવેલા. આ લાયબ્રેરીની ઉપર આવેલાં ભરૂચા હોલમાં ત્યારે ઝવેરચંદ મેઘાણીએ વિશાળ જનમેદની સમક્ષ રાષ્ટ્રભકિતનાં ગીતો પણ રજૂ કર્યાં હતાં. ધી ભરૂચ-નર્મદા જિલ્લા માધ્યમિક શાળાના કર્મચારીઓની કો-ઓ. ક્રેડીટ સો. લિ.નાં નવનિર્મિત ભવ્ય ભવન ખાતે વડોદરા-ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી નવનીતભાઈ મહેતા, ચેરમેન પ્રવીણસિંહ રણા, શિક્ષણ જગતમાંથી રવીન્દ્રભાઈ પટેલ, હેમંતસિંહ રણા, પુષ્કરસિંહ રણા, કિરીટસિંહ મહીડા, રાજકુમાર ટેલર, કે. એમ. ફિટર, આદમભાઈ પટેલ, રિતેશભાઈ ભટ્ટ, નરેન્દ્રભાઈ ચૌહાણ, ઉલ્લાસબેન મોદી, નેહાબેન ઝાલા, મુકુંદભાઈ પટેલ, કલાવતીબેન પટેલ, હેલેનાબેન વસાવા, કનકસિંહ પઢિયાર, સપનાબેન વસાવા, સમીમબેન પટેલ, મહેશભાઈ નિઝામા, પ્રીતિકુમારી ચૌધરી, હિતેશભાઈ પ્રજાપતિ હાજર રહ્યાં હતાં. માતા-પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલાં અને સોસાયટીએ દત્ત્।ક લીધેલાં ૬૦ જેટલાં વિઘાર્થીઓને દિવાળી અવસરે મિઠાઈ, ચોકલેટ, ફરસાણ અને દીપ ભેટ અપાયાં હતાં. અવસાનની પૂર્વ સંધ્યાએ બોટાદ ખાતે શિક્ષકોના સંમેલનમાં ઝવેરચંદ મેઘાણીએ પ્રેરક વકતવ્ય આપ્યું હતું. નારાયણ નેત્ર ટ્રસ્ટ સંચાલિત નારાયણ વિઘાવિહાર ખાતે આચાર્ય ડો. મહેશભાઈ ઠાકર, શિક્ષકો અને વિઘાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. ધો. ૧૧ સાયન્સમાં અભ્યાસ કરતી વિઘાર્થીની નિધિ ગોહિલએ પોતે દોરેલું ઝવેરચંદ મેઘાણીનું સુંદર રેખાચિત્ર શાળાને અર્પણ કર્યું હતું. વિઘાર્થીનીઓ કશિશ પટેલ અને જાનવી રાહુલજીએ સંગીત શિક્ષક વિરેન્દ્રભાઈ રાણા સાથે મેઘાણી-ગીતો રજૂ કર્યાં હતાં. પ. પૂ. નારાયણ બાપુના પૂર્વાશ્રમનું વતન પણ ઝવેરચંદ મેઘાણીની જન્મભૂમિ ચોટીલા પંથકમાં આવેલું છે.

સ્વામિનારાયણ ગુરુકુળ (નાહીયેર) સંચાલિત નવનિર્મિત સ્વામિનારાયણ સ્કૂલ (આમોદ) ખાતે પ.પૂ. દેવકિશોરદાસજી (ડી. કે.) સ્વામી, આચાર્ય રાકેશભાઈ પ્રજાપતિ, જલ્પાબેન પટેલ અને શિક્ષકો હાજર રહ્યાં હતાં.

મહાત્મા ગાંધીએ જેમને રાષ્ટ્રીય શાયરનાં ગૌરવપૂર્ણ બિરૂદથી નવાજેલાં તેવાં સમર્થ સાહિત્યકાર, લોકસાહિત્યનાં સંશોધક, સ્વાતંત્ર-સેનાની અને સંનિષ્ઠ પત્રકાર ઝવેરચંદ મેઘાણીએ ૨૫ વર્ષના ટૂકાં ગાળામાં કવિતા, નવલકથા, નવલિકા, નાટક, જીવન-ચરિત્ર, ઈતિહાસ, પ્રવાસ-વર્ણન, લોકસાહિત્ય સંશોધન અને વિવેચન, લોકગીતો, લોકકથાઓ એવા વિવિધ વિષયોનાં ૧૦૦ જેટલાં પુસ્તકો લખ્યાં હતાં. આમાંનાં ૭૫ જેટલાં પ્રાપ્ય પુસ્તકો ૬*૩*૧ ફૂટનાં કલાત્મક કાચનાં કબાટમાં વિષયવાર મૂકાયા છે. ઝવેરચંદ મેઘાણીએ ૧૯૨૨માં લખેલ પ્રથમ પુસ્તક કુરબાનીની કથાઓથી લઈને ૧૯૪૭માં અવસાન થયુ ત્યારે અપૂર્ણ રહેલી નવલકથા કાળચક્ર ઉપરાંત તેમના અતિ લોકપ્રિય પુસ્તકો યુગવંદના, સિંધુડો, વેવિશાળ, સોરઠ તારાં વહેતાં પાણી, તુલસી-કયારો, માણસાઈના દીવા, સૌરાષ્ટ્રની રસધાર, સોરઠી બહારવટિયા, સોરઠી સંતો, રઢિયાળી રાત, સોરઠી સંતવાણી ખાસ ઉપલબ્ધ કરાયાં છે. 

:આલેખનઃ

પિનાકી નાનકભાઈ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન

(મો.૯૮૨૫૦ ૨૧૨૭૯)

(12:04 pm IST)