Gujarati News

Gujarati News

News of Monday, 1st November 2021

આતંકવાદીઓની ઘૂસણખોરી માટે જાણીતા કચ્છના હરામી નાલાને જડબેસલાક સિલ કરતું ગુજરાત

બીએસએફ ગુજરાત ફ્રન્ટીયર વડા જી.એસ. મલીક્ક ટીમ દ્વારા અદભૂત કાર્યઃ દેશના બીએસએફ વડા પંકજકુમાર દ્વારા પ્રશંસાના પુષ્પો વેરાયા

બોર્ડર વડા જે.આર મોથલિયા તથા આઇબી વડા અનુપમસિંહગેહેલોત પણ સેન્ટ્રલ આઇબી સાથે સતત સંકલન જાળવે છે

 રાજકોટ તા. ૧,  બીએસએફ વડા તરીકેનો ચાર્જ સંભાળનાર નવા બીએસએફ વડા પંકજ કુમાર દ્વારા ગુજરાતની પ્રથમ મુલાકાત અંતર્ગત ગુજરાતની પાડોશી દેશ પાકિસ્તાન નજીકની સરહદો અને ખાસ કરી ભૂતકાળમાં જે નાળામાંથી ઉગ્રવાદીઓ, આતંકવાદીઓ કચ્છ સરહદ ગેર કાયદે જેની ખાસ પ્રકારની ભોગોલિક સ્થિતિનો લાભ લયને કરતા તેવા કચ્છ સરહદના  હરામી નાલા ને બીએસએફ ગુજરાત ફ્રન્ટીયર એવા એડી. ડીજી જી.એસ.મલિક્કના માર્ગદર્શન હેઠળ બીએસએફ દ્વારા જડબે સલાખ સિલ કરી રાઉન્ડ ધ કલોક બંદોબસ્ત રાખવામાં નિર્ણયની ખૂબ પ્રશંસા કરી હતી.                                              

આતંકવાદીઓ અને ઉગ્રવાદીઓ ઘૂસણખોરી માટે જેનો ઉપયોગ કરતા તેવા હરામી નાલાના પ્રવેશના ભારતથી પાકિસ્તાન સુધીના  અટ પટ્ટા રસ્તાઓ પ્રથમ વખત બીએસએફ દ્વારા સિલ કરવામાં આવેલ છે. હાલમાં અફઘાની સ્થાનમાં જે રીતે તાલિબાની દ્વારા કબ્જો કરવામાં આવ્યો છે તે જોતાં પાકિસ્તાન નજીકની સરહદો દરિયા રસ્તા પર ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજ્યના બોર્ડર વડા જે.આર. મોથલિયા પણ સ્થાનિક પોલીસ બીએસએફસાથે સતત સંકલનમાં રહે તેવી વ્યવસ્થા ગોઠવી છે. રાજ્યના આઇબી વડા અનુપમસિંહ ગેહલોત ટીમ દ્વારા પણ ગુજરાતની બોર્ડર અને દરિયાઇ માર્ગી અંગેની સેન્ટ્રલ આઇબી સાથે સંકલનમાં રહી ઇનપુટ મેળવી બીએસએફ સહિતની એજન્સીઓ અને સ્થાનિક પોલીસને આપવામાં આવે છે  જે જાણીતી બાબત છે. 

(2:56 pm IST)