Gujarati News

Gujarati News

News of Monday, 1st November 2021

મગફળીમાં 'ટેકો' ઇચ્છતા ર,૬૩,૬૯૩ ખેડૂતોઃ પ૧૮પ૬ ખેડૂતોની નોંધણી સ્થગિત

સૌથી વધુ પ૭પ૭૯ ખેડૂતો રાજકોટ જિલ્લાનાઃ તા.૯મીથી ખરીદી

રાજકોટ તા.૧ : રાજયસરકારે ટેકાના ભાવે મગફળી વેચવા ઇચ્છતા ખેડૂતો માટે તા.૧થી ૩૧ એકટોબર સુધી ઓનલાઇન નોંધણી કાર્યક્રમ રાખેલ ગઇકાલે રાત્રે મુદત પૂરી થતા સુધીમાં ર,૬૩,૬૯૩ ખેડૂતોએ નોંધણી કરાવી છે તે પૈકી વહીવટી કારણસર પ૧૮પ૬ ખેડૂતોની નોંધણી બ્લોક કરવામાં આવી છે.

ગયા વર્ષે ૪,૭૦,૩૭૭ ખેડૂતોએ નોંધણી કરાવેલ. જેમાંથી ૧.પ લાખ ખેડૂતોએ સરકારને મગફળી વેચી હતી. આ વખતે સરકારી ટેકાનો ભાવ મગફળીના મણના રૂ.૧૧૧૦ છે. ખેડૂતોને ખૂલ્લા બજારમાંં રૂ.૧ર૦૦ આસપાસ મળી રહ્યા છેટેકાના ભાવ કરતા ખુલ્લા બજારમાંં સરળતાથી વધુ ભાવ મળે છે તેથી ગયા વર્ષ કરતા ઘણા ઓછા ખેડૂતોએ સરકારમાં નોંધણી કરાવી અધુરા અયોગ્ય અથવા અવાંચ્ય દસ્તાવેજી પુરાવા જોડવાના કારણેપ૧૮પ૬ ખેડૂતોની ઓન લાઇન નોંધણી હાલ સ્થગિત કરાયેલ છે જે ખેડૂતો દસ્તાવેજોની યોગ્ય પૂર્તતા કરશેતેને સ્થગિતની યાદીમાંથી બહાર કાઢી રાબેતા મુજબની નોંધણીમાં ઉમેરવામાં આવશે. હાલ ચોખ્ખી નોંધણી ર,૧૩,૭૦૭ ખેડૂતોની થઇ છે. સૌથી વધુ પ૭પ૭૯ ખેડૂતો રાજકોટ જિલ્લામાં નોંધાયા છે. બીજા ક્રમે ૩૩૩૬૮ ખેડૂતો નોંધાયા છે. આણંદ જિલ્લામાં માત્ર ૧ અને સુરત, તાપી, તથા અમદાવાદ જિલ્લામાં બબ્બે ખેડૂતો નોંધાયા છે.

મગ માટે ૧૮ર, અડદ માટે ૩૮ર, સોયાબીન માટે ૩ર૧, ડાંગર માટે ૩૯૩૭ર, બાજરી માટે ૮૭૩૦ અને મકાઇ માટે ૭પ૦ ખેડૂતો નોધાયા છે.

(4:56 pm IST)