Gujarati News

Gujarati News

News of Monday, 1st November 2021

સાબરકાંઠા જિલ્લાના વડા મથકમાં 15 હજારની લાંચ લેવાના પ્રકરણમાં સિનિયર નિરીક્ષકની ધરપકડ

 સાબરકાંઠા:જિલ્લાના વડા મથક હિંમતનગરમાં એ.સી.બી. દ્વારા  ટ્રેપ કરવામાં આવી છે. એ.સી.બી.ની ટ્રેપમાં હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં આવેલી કાનુની માપ વિજ્ઞાાનની કચેરીમાં ફરજ બજાવતા વર્ગ-૩ના સિનિયર નિરિક્ષકને શામળાજી-અમદાવાદ હાઈવે ઉપર આવેલા પેટ્રોલ પંપના માલીક પાસે સ્ટેમ્પીંગ કરી (ચકાસણી કરી સીલ મારવાની) કામગીરી કરવા પેટે રૃા. ૧૫ હજારની લાંચની માંગણી કરતા ફરીયાદીની ફરીયાદના આધારે એ.સી.બી.એ છટકુ ગોઠવી લાંચીયા સિનિયર નિરિક્ષકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 સાબરકાંઠા જિલ્લાભરમાં પેટ્રોલપંપો ઉપર દર વર્ષે તોલ માપ અધિકારીઓ દ્વારા રૂબરૂ સ્ટેમ્પીંગ કરાવવાનુ જરૂરી હોય છે. જે અન્વયે શામળાજી-અમદાવાદ હાઈવે ઉપર આવેલા પેટ્રોલ પંપના માલીકે તોલ માપ અધિકારીને રૂબરૂ સ્ટેમ્પીંગ કરવા માટે જણાવ્યુ હતુ. જે બાબતે હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં આવેલી કાનુની માપ વિજ્ઞાાનની કચેરીમાં ફરજ બજાવતા વર્ગ-૩ના સિનિયર નિરિક્ષક હેમંતકુમાર ખીમજીભાઈ વાણવી (ઉ.વ.૫૪) એ ફરીયાદી પાસે સ્ટેમ્પીંગ કરી (ચકાસણી કરી સીલ મારવાની) કામગીરી કરવા પેટે રૃા. ૧૫ હજારની લાંચની માંગણી કરતા ફરીયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી સાબરકાંઠા એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો.

જેમાં સાબરકાંઠા એ.સી.બી. પોલીસ સ્ટેશનના પી.આઈ. વી.એન. ચૌધરીએ પંચોને સાથે રાખી ફરીયાદીની ફરીયાદના આધારે લાંચનુ છટકુ ગોઠવ્યુ હતુ. જેમાં કાનુની મા૫ વિજ્ઞાાનની કચેરીમાં ફરજ બજાવતો વર્ગ-૩નો સિનિયર નિરિક્ષક હેમંતકુમાર ખીમજીભાઈ વાણવી રૃા. ૧૫ હજારની લાંચની માંગણી કરી પંચની રૂબરૂમાં સ્વીકારી ઝડપાઈ જતા સાબરકાંઠા એ.સી.બી.એ વર્ગ-૩ના સિનિયર નિરિક્ષકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(6:25 pm IST)