Gujarati News

Gujarati News

News of Monday, 1st November 2021

ગાંધીનગરમાં સે-7માં યુવતીની સાથે મિત્રતા કેળવી શારીરિક સંબંધ બાંધ્યા બાદ પૈસાની માંગણી કરી તરછોડી દેનાર નરાધમ યુવક વિરુદ્ધ ગુનો દાખલ

ગાંધીનગર : અમદાવાદમાં રહેતા અને દુધની ડેરી ચલાવતાં યુવાનને ઈન્સ્ટાગ્રામ ઉપર યુવતિ સાથે મિત્રતા ભારે પડી છે. વાવોલની યુવતિએ આ યુવાનને એકાંતમાં મળવા ઘરે બોલાવી સાગરીતો સાથે મળી બંધક બનાવી પાંચ લાખની ખંડણી માંગી હતી. જો કે સમય સુચકતા વાપરીને યુવાન ત્યાંથી ભાગી જવામાં સફળ રહયો હતો. હાલ તો આ મામલે યુવાનની ફરીયાદના આધારે સે-૭ પોલીસે ગુનાહિત ષડયંત્રનો ગુનો દાખલ કરીને આરોપીઓને પકડવા માટે દોડધામ શરૃ કરી છે.   

હાલમાં સોશ્યલ મીડીયાના માધ્યમથી યુવાન અને આધેડ વયના પુરુષોને પ્રેમજાળમાં ફસાવી તેમની પાસેથી લાખો રૃપિયા પડાવવાનો ધીકતો ધંધો ચાલી રહયો છે. ત્યારે અમદાવાદમાં રહેતો અને ડેરી ચલાવતો યુવાન પણ આ પ્રકારના હનીટ્રેપનો ભોગ બન્યો છે. આ ઘટના અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે અમદાવાદના વેજલપુર ખાતે રહેતા મહેન્દ્રસિંહ ગોપાલસિંહ સીસોદીયાએ ફરીયાદ નોંધાવી હતી કે બે મહિના અગાઉ તેના ઈન્સ્ટાગ્રામ ઉપર હીના રાવ નામની યુવતિનો મેસેજ આવ્યો હતો અને બન્ને વચ્ચે વાતચીત શરૃ થઈ હતી. ત્યારબાદ વોટસએપ કોલીંગ દ્વારા પણ વાત કરવામાં આવતી હતી. આ હીનાએ મહેન્દ્રસિંહને વાવોલ ખાતેના સ્વર્ણિમ પેરેડાઈઝ સોસાયટીના મકાન નં.આઈ/૮૦૧માં બોલાવ્યો હતો. જયાં બન્ને વચ્ચે વાતચીત થઈ હતી. ગત તા.રપ ઓકટોબરના રોજ ફરીથી હીનાએ કોલ કરીને મહેન્દ્રસિંહને ઘરે મળવા બોલાવતાં તે કાર લઈને વાવોલ પહોંચ્યો હતો અને હીનાના ઘરમાં બન્ને જણાં બેઠા હતા તે દરમ્યાન કોઈએ દરવાજો ખખડાવતાં હીનાએ સંતાઈ જવાનું કહયું હતું. જેથી તે રૃમમાં સંતાઈ ગયો હતો અને આ દરમ્યાન ઘરમાં ઘુસેલા બે વ્યક્તિઓએ મહેન્દ્રસિંહને તું કોણ છે કહીં પટ્ટાથી માર મારવાનું શરૃ કર્યું હતું. તેનો મોબાઈલ અને ખીસ્સામાંથી ત્રણ હજાર રોકડા પણ લઈ લીધા હતા. આ શખ્સો કહેવા લાગ્યા હતા કે તે અમારી બહેન હીના સાથે જબરદસ્તી કરી છે અને તારા ઉપર કેસ કરીશું તેમ કહી બંધક બનાવી દીધો હતો અને ફરીયાદ ના કરવી હોય તો પાંચ લાખ રૃપિયાની માંગણી કરી હતી. તા.ર૮ ઓકટોબરે બપોરના સમયે આ શખ્સોએ તેને કોર્ટમાં લઈ જઈશું તેમ કહી રૃમની બહાર કાઢયો હતો અને આ સમયે તકનો લાભ લઈ યુવાન ભાગી છુટવામાં સફળ રહયો હતો અને ઘરે પહોંચ્યો હતો. જયાં પરિવારજનોને સમગ્ર ઘટનાની જાણ કર્યા બાદ સેકટર-૭ પોલીસ મથકમાં ફરીયાદ આપતાં પોલીસે વાવોલમાં રહેતી હીના રાવ અને વિક્રમસિંહ નામના વ્યક્તિ સામે ગુનો દાખલ કર્યો હતો. સે-૭ પોલીસે આરોપીઓને પકડવા માટે મથામથ શરૃ કરી છે. આ વિક્રમસિંહ નામના વ્યક્તિએ પોતે પોલીસમાં હોવાની પણ ઓળખ આપી હતી. 

(6:26 pm IST)