Gujarati News

Gujarati News

News of Monday, 1st November 2021

નડિયાદ તાલુકાના ચલાલિમા સગીરાની છેડતી કરવાના કેસમાં અદાલતે આરોપીને ત્રણ વર્ષની સજાની સુનવણી કરી

નડિયાદ : નડિયાદ તાલુકાના ચલાલીની સગીરાની છેડતીના કેસમાં નડિયાદ પોક્સો કોર્ટે આરોપીને ત્રણ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. સાથે પીડિતાને રૂપિયા ૫૦ હજાર ચૂકવવા આરોપીને તથા સરકારને સગીરાને એક લાખ રૂપિયા વળતર પેટે ચૂકવવા પણ કોર્ટે આદેશ કર્યો છે.

નડિયાદ તાલુકાના ચલાલીમાં રહેતી સગીરા ઉંમર વર્ષ ૧૭- ૮ માસની  તા. ૪-૧-૨૦૨૧ ના રોજ બપોરે બે વાગ્યાના સુમારે  ઘરેથી કપડાં ધોવા નીકળી હતી. ગિરધરનગર નહેર પર સગીર વય  કિશોરી કપડાં ધોવા ગઈ હતી. ત્યારે ચલાલીમાં રહેતો રાજેશભાઈ ઉર્ફે રાજુભાઇ સોમાભાઈ તળપદા સગીરાની આબરૂ લેવાના ઇરાદે મોટર સાયકલ પર બેસાડવા કોશિશ કરી જાતીય સતામણી કરી હતી. આ અંગે ચકલાસી પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે રાજેશ તળપદા સામે પોકાસો અક્ટ હેઠળ ગુનો નોધી ચાર્જ સીટ કોર્ટમાં રજૂ કરી હતી. આ કેસ નડિયાદના પોક સો જ્જ ડી. આર.ભટ્ટની કોર્ટમાં ચાલી જતા ન્યાયાધીશએ આરોપી રાજેશભાઈ ઉર્ફે રાજુભાઇ સોમાભાઈ તળપદાને ઇ પી કો ૩૫૪( એ) ના ગુનામાં બે વર્ષની સખત કેદની સજા,તથા રૂ.૨૦૦૦ દંડ, અને દંડ ન ભરે તો વધુ બે માસની સજા જ્યારે ઇ પી કો ૫૦૪ ના ગુનામાં ૬ માસની કેદ તથા રૂ.૧૦૦૦ દંડ, દંડ ન ભરે તો વધુ બે માસની સજા જ્યારે પોકસો એકટની કલમ ૧૨ના ગુનામાં ૩ વર્ષની સખત કેદની સજા તથા રૂ.૧૦૦૦ દંડ, દંડ ન ભરે તો વધુ એક માસની સજા કરવા હુકમ કર્યો છે. તેમજ ભોગ બનનારને રૂ.૫૦૦૦૦  વળતર  આરોપીએ ચૂકવી આપવા તેમજ રૂ.એક લાખ વળતર સરકાર તરફથી ચૂકવી આપવા હુકમ કર્યો છે.

(6:27 pm IST)